આજથી ભારે વરસાદનું વાતાવરણ: કાળા-ડીબાંગ વાદળો રાજ્યને ધમરોળશે; આ શહેરો હિટ લિસ્ટમાં

IMD Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટોછવાયા વરસાદી ઝાપટાં તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે(IMD Rain Forecast) જણાવ્યું છે કે આગામી ચાર દિવસ ગુજરાતવાસીઓને ગરમી અને બફારો સહન કરવો પડશે. એ બાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થશે.

બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમ નબળી પડી
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે, પરંતુ વરસાદ વરસતો નથી. ત્યારે ગઈકાલે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે ભારે વરસાદની આગાહી કરી હતી, એમ છતાં સમગ્ર અમદાવાદ જિલ્લામાં કયાય પણ વરસાદ વરસ્યો નહોતો. એનું કારણ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદ લાવતી જે સિસ્ટમ છે, એટલે કે અરબ સાગર તરફથી આવતી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમ નબળી પડી જતાં વરસાદ વરસ્યો નથી. મહત્ત્વનું છે કે બંગાળની ખાડી પર જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, પૂર્વ ભાગમાં આવેલી બંગાળની ખાડીથી ગુજરાત સુધી આવતા સુધીમાં નબળી પડી ગઈ હતી, જેને કારણે વરસાદ વરસી રહ્યો નથી.

મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમા અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે.

છેલ્લા 24 કલાકમાં 117 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં આજે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 117 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 30 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસયો હતો. સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ, સુરત સિટીમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વલસાડ, ઉપલેટામાં અઢી ઇંચ. જ્યારે જલાલપોર, પારડી, ધંધુકામાં બા-બે ઇંચ, તેમજ ખાંભા, કપરાડા, પોશીનામાં બે-બે ઇંચ વરસાદ થયો હતો. ખેરગામ, ડભોઈ, હાંસોટમાં પોણા બે ઇંચ અને બોરસદ અને વાપીમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

આગામી દિવસોમાં અહીંયા વરસાદ થવાની શક્યતા
14 અને 15 જુલાઇના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ અને વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

16 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.