ગુજરાત(Gujarat): આજે ગુલાબ વાવાઝોડા(cyclone gulab)ને કારણે ભારે વરસાદ પડવાથી ગુજરાત આખું પાણી પાણી થઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 24 કલાકમાં ભારે વરસાદ(Heavy rain) પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે આજે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને હાલમાં પડી રહ્યો છે. જેના કારણે મોટા ભાગ ડેમ ઓવરફલો(Dam overflow) થઇ ગયા છે. સાથે ભારે વરસાદને કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.
રાજ્યના 111 તાલુકાઓમાં મેઘરાજા થયા મહેરબાન:
આજ સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 111 તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેમા ભરૂચમાં 4 ઈંચ, રાજુલામાં સવા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ આજે ભરૂચમાં જ નોંધાયો છે. બીજી બાજુ હાંસોટમાં સવા 2 ઈંચ અને અંકલેશ્વરમાં પણ સવા 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
વલસાડમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો:
જો પાલીતાણાની વાત કરીએ તો અહીયા પોણા 2 ઈંચ વરસાદની સાથે જ વલસાડમાં પણ પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તળાજામાં 1.5 ઈંચ અને ઘોઘામાં પણ 1.5 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે અને વલિયામાં પણ 1.5 ઈંચ અને વાપીમાં પણ 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
વાપી અને વલિયામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો:
બીજી તરફ વલિયામાં પણ 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ વાપીમાં પણ 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉનામાં પણ 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે ઉનામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ પારડી અને ઓલપાડમાં પણ સવા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને બધું જ પાણી પાણી થઇ ગયું છે.
રાજ્ય માથે 24 કલાક સંકટના વાદળ ઘેરાયા:
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર હાલ પણ 24 કલાક સંકટના વાદળો ઘેરાયેલા છે. આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતીભારે વરસાદ ખાબકી શકે છે. સાથે સાથે ગુલાબ વાવાઝોડાને કારણે શાહિન વાવાઝોડું પણ સક્રિય થવા જઈ રહ્યું છે જેના કારણે આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.