Heavy Rain in Gujarat: રાજ્યમાં ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે વલસાડ જિલ્લામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ત્યારે આજે પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની(Heavy Rain in Gujarat) આગાહી વ્યક્ત કરી છે. સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે.
આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટના રોજ પણ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નગર-હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ઓગસ્ટના સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યનો સિઝનનો એવરેજ 66.35 ટકા વરસાદ
રાજ્યનો સિઝનનો એવરેજ 66.35 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 77.48 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78.37 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 49.88 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 47.71 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સાડા સાત ઈંચ, વઘાઈ અને કપરાડામાં છ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.
અંબાલાલ પટેલએ કરી આગાહી
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગામી 12 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આજે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે. તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે. 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન-ગુજરાતના બોર્ડર વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદ શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે, અહી સ્થિતિ વણસી શકે છે. તો બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદથી શક્યતા છે.
અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આમ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત્મક ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ આવશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App