Gujarat Heavy Rain: છેલ્લા બે દિવસમાં ‘બારે મેઘ ખાંગા’ થતાં મોટાભાગનું ગુજરાત ‘જળમગ્ન’ બની ગયું છે. સોમવારે જન્માષ્ટમી જ નહીં જળાષ્ટમી પણ ઉજવાતી હોય તેમ 251 તાલુકામાં 14 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. મંગળવારે 245 તાલુકામાં 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો(Gujarat Heavy Rain) હતો. ભારે વરસાદથી વડોદરા, રાજકોટમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. 27 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પોરબંદરના રાણાવાવમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 7 તાલુકામાંથી 8 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ
રવિવારે રાતથી જ ગુજરાતભરમાં મેઘરાજાએ આધિપત્ય જમાવવાનું શરૂ કરી દીધું હતું. સોમવારે સવારે રાજ્યભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે જન્માષ્ટમીના લોકમેળા, મંદિરોમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવાના આયોજન પર પણ પાણી ફરી વળ્યું હતું. સોમવારે મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા કુલ 14 તાલુકા હતા.
દિવસમાં 7 વ્યક્તિના મોત થયા
હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવેલી છે. છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પણ પૂરો થઇ ગયો છે. ભારે વરસાદથી બે દિવસમાં 7 વ્યક્તિના મોત થયા છે. જ્યારે આજે પણ 6 જિલ્લામાં વરસાદનું ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
રાજકોટમાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ
ભારે વરસાદને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ હેઠળ મૂકાયા હતા. રાજકોટમાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાતા આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો હતો.
અમદાવાદ-મુંબઇને સાંકળતી 30 ટ્રેન રદ કરાઇ
વરસાદને પગલે ગુજરાતના 34 સ્ટેટ, 1 નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3 દિવસમાં અમદાવાદ-મુંબઇને સાંકળતી 30 ટ્રેન રદ કરાઇ હતી. એસટી બસના 433 રૂટ અને 2081 ટ્રિપને રદ કરાયા હતા. જેના કારણે તહેવારોની રજાઓમાં બહાર ફરવા જઇ રહેલાને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગ દ્વારા આજે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં રેડ એલર્ટ જાહેર કરાઇ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App