મહેસાણામાં જળબંબાકાર- નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા

મહેસાણા(ગુજરાત): છેલ્લા બે દિવસથી મહેસાણા(Mehsana) જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો થયો છે. જેના લીધે અનેક જગ્યાઓ પર…

મહેસાણા(ગુજરાત): છેલ્લા બે દિવસથી મહેસાણા(Mehsana) જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો થયો છે. જેના લીધે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ(Flooded with rainwater) ગયા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ મહેસાણા તાલુકામાં 82 મિમી વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલ વચ્ચે ધરોઈ ડેમ(Dharoi Dam)માં ઉપરવાસથી પાણી આવતા હાલ ધરોઈ ડેમમાં પણ નવા પાણીની આવક જોવા મળી છે. મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈવે(Mehsana-Ahmedabad National Highway) સહિતના માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહારને ભારે નુકસાન થયું છે. શહેરના ગરનાળા અને અંડરપાસમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવા દ્રશો જોવા મળ્યા છે.

સોમવારે વહેલી સવારથી જ મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડી રહ્યો છે. ત્યારે મહેસાણા શહેરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાતા વહેલી સવારે ધંધા માટે જતા લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં ફુવારા, ગોપીનાળા, ભમરીયા નાળા, મોઢેરા રોડ, હીરા નગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

આજે સવારથી મહેસાણા શહેર અને જિલ્લામાં શરૂ થયેલી મેઘસવારી યથાવત રહી છે. જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ મહેસાણા તાલુકામાં 82 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે બેચરાજીમાં 63 મિમી, કડીમાં 61 મિમી, વિસનગરમાં 48 મિમી, ખેરાલુમાં 30 મિમી, ઊંઝામાં 26 મિમી, જોટાણા 21 મિમી, વડનગર 15 મિમી અને વિજાપુરમાં 15 મિમી વરસાદ ખાબક્યો છે.

ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન ગણાતા ધરોઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં નવા પાણી ભરાયા હતા. ધરોઈ ડેમની સપાટી હાલ 603.92 ફૂટ નોંધવામાં આવી છે. ડેમમાં 1528 ક્યુસેક પાણીની આવક નોંધવામાં આવી છે. ધરોઈ ડેમમાં નવા નિર આવવાથી ડેમ 43 ટકા ભરાયો છે. કડીમાં આવેલ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. જોકે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ મોકલી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહેસાણા શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણીમાં ભરાઈ ગયા હતા. મહેસાણા અમદાવાદ હાઈવે પર અને નાગલપુરથી મોઢેરા રોડ પાણીમાં ભરાતા વાહનચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *