Navsari Heavy Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદની અનેક નદીઓમાં પૂરની સ્થિતી છે. નદીઓમાં ધોડાપૂર આવતા મોટાપાયે જનજીવન પર અસર પડી છે. લોકો બેઘર બન્યા છે.હવામાન વિભાગ(Navsari Heavy Rain) દ્વારા સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે.
લોકો બન્યા બેઘર
નવસારી જિલ્લાના ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને પગલે નવસારીની અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અંબિકા નદી તેની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. બીજી તરફ કાવેરી નદીમાં પણ જળસ્તર વધતા કાવેરી નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે, બંને નદીઓથી ઘેરાયેલા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેથી તંત્ર દ્વારા ગત રાતથી જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે. જ્યારે બીલીમોરાના બંદર રોડ સ્થિત કિનારા સુધી ન પહોંચે તે માટે ચુસ્ત પોલીસ ગોઠવવામાં આવ્યો છે. સાથે જ નદીઓની જળ સપાટી ઉપર જિલ્લા તંત્ર નજર રાખી બેઠું છે જેથી જરૂર સમય તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.
નવસારીના ત્રણ તાલુકાઓમાં મેઘ તાંડવ
નવસારીના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં મુશળાધાર વરસાદ ફરી એક વાર આફત લઈને ત્રાટક્યો છે. નવસારી સહિત ઉપર વાસના ડાંગ જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદ વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. જેના કારણે બંને નદીઓના કાંઠાના વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બીલીમોરા શહેરમાં નિચાણ વાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાતા રાત્રિ દરમિયાન સેંકડો લોકોનું સ્થળાંતર કરાયુ હતું.
ત્રણ તાલુકામાં આંગણવાડી-કોલેજોમાં રજા જાહેર
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કલેકટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. ચીખલી,ગણદેવી, ખેરગામ તાલુકાની તમામ શાળા આંગણવાડી અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે જ્યારે અન્ય તાલુકામાં રાબેતા મુજબ શિક્ષણ શરૂ રહેશે. નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવી 19 ફૂટ ઉપર પહોંચી ગઈ છે, કાવેરી નદી પોતાની ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર રહેતા બીલીમોરામાં અનેક નીચાણ વાળા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, નગરપાલિકા દ્વારા ચારથી પાંચ ફૂટ હજુ પાણી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે જેને લઇને લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે.
1200 જેટલા સહેલાણીઓનું સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ
ભારે વરસાદ અને કાવેરી નદીના કોતરમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ પાસે મોટી સંખ્યામાં પર્યટન માટે આવેલ પ્રવાસીઓ ફસાયા હતા. ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 100 જેટલી 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલ વાહનો સહિત 1થી 2 વર્ષના નાના બાળકો અને 70-75 વર્ષના સિનિયર સીટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે 1200 જેટલા સહેલાણીઓનું સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સૌ પ્રવાસીઓ તેમજ આજુબાજુના લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. ગામના લોકોએ તેમજ પ્રવાસીઓએ તેમની સરાહનીય કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App