મોતનો વરસાદ: અતિવૃષ્ટિને કારણે અત્યાર સુધીમાં 112 લોકોના મોત, 99 લાપતા અને 1.35 લાખ લોકોનું જનજીવન ખોરવાયું

ભારે વરસાદને પડવાને કારણે પૂર અને ભૂસ્ખલન થતા મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું છે. મુશળધાર વરસાદ પડવાને કારણે અત્યાર સુધીમાં 112 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર શનિવાર સુધીમાં 99 લોકો લાપતા છે. પુણે અને કોંકણમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાણી છે તે હજુ પણ યથાવત છે. મૃત્યુ પામેલા લોકોમાં રાયગઢ જિલ્લાના 52 લોકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર ની માહિતી અનુસાર અત્યાર સુધીમાં 1,35,000 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાં થી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં 78,111 લોકો અને કોલ્હાપુર જિલ્લામાં 40,882 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક તરફ પૂરગ્રસ્ત ચિપલુન, ઘેડ અને મહાડ જેવા શહેરના લોકો આ દુર્ઘટનામાં થી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પાણી અને વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવાની સાથે સાથે લોકો માટે ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાહત અને પુનર્વસન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૨૪ જુલાઈએ રાત્રે 09:30 વાગ્યા સુધીમાં કુલ 1,35,000 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારો માંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કુલ ૧૧૨ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 3221 પશુઓના મોત થઇ ચુક્યા છે. સાથે 53 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રની સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે. હાલમાં અનેક લોકો ફસાયેલા છે. સાંગલી જિલ્લાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ચુક્યા છે.

શનિવારના રોજ NDRF એ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં રાયગઢ, રત્નાગિરી અને સાતારા જેવા જિલ્લામાં લાપતા થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહે છે. NDRFના જણાવ્યા અનુસાર, 26 ટીમો થાણે, રત્નાગિરી, મુંબઈ, પાલઘર, સાંગલી, રાયગઢ, કોલ્હાપુર અને સિંધુદુર્ગનગરમાં બચાવ કાર્યની કામગીરી હાથ ધરી છે. વડોદરા અને કોલકતાથી NDRFની વધુ 8 ટીમોને મોકલી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *