Snowfall in Jammu and Kashmir: બી રાહ જોયા બાદ આખરે પહાડ સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. હિમાચલ પ્રદેશની ખીણો બરફમાં લપેટાઈ ગઈ છે. મનાલી, કુલ્લુ, રોહતાંગ અને અન્ય ઘણા વિસ્તારમાં થયેલી ભારે બરફવર્ષાએ સંકટને તો વધારી દીધું પરંતુ પર્યટકોની (Snowfall in Jammu and Kashmir) ભીડ વધી ગઈ છે. કાલે આ હિમવર્ષાના કારણે મનાલી-કેલાંગ માર્ગ પર વાહનોની અવરજવર અસ્થાયી રીતે રોકવી પડી. અટલ ટનલના રસ્તા પર તો લગભગ 1000 ગાડીઓ ફસાઈ ગઈ. જોકે તંત્રએ રેસ્ક્યુ અભિયાન ચલાવ્યું છે.
હિમાચલમાં 3 નેશનલ હાઇવે બંધ
હિમાચલ પ્રદેશ જેવી સ્થિતિ ઉત્તરાખંડમાં પણ થવા લાગી છે. રાજ્યના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જોકે હિમાચલની તુલનામાં હજુ અહીં હિમવર્ષા ઓછી છે. તેમ છતાં ઔલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ, કેદારનાથ જેવા ઊંચાઈવાળા વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ ધામમાં આ સિઝનની બીજી હિમવર્ષા છે. હિમવર્ષાના કારણે ત્યાં ચાલી રહેલું પુન:નિર્માણ કાર્ય પણ પ્રભાવિત થયું છે. કેદારનાથ ધામમાં કાલથી સતત હિમવર્ષા ચાલુ છે. ધામમાં અત્યાર સુધી એક ફૂટથી વધુ બરફ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે ઍલર્ટ જારી કર્યું છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર વધુ ઠંડી રહી શકે છે.
ઉત્તરાખંડનું બદલાયું વાતવરણ
ઉત્તરાખંડના ફેમસ પર્યટન સ્થળ અને સ્કી રિઝોર્ટ ઔલી પણ એક વખત ફરીથી જોરદાર બરફના ખોળામાં આવી ચૂક્યા છે. ઔલીની ખીણોમાં તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વૃક્ષ, છોડ, મકાન, રસ્તા બધું જ અહીં બરફના ખોળામાં જોવા મળી રહ્યાં છે. તે બાદ ઔલીનો નજારો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. જેની રાહ પર્યટકોને અને સ્થાનિક હોટલ વેપારીઓને લાંબા સમયથી હતી. તે હવે અહીં જોવા મળી રહ્યો છે.
કાશ્મીરનું તાપમાન સતત ઘટ્યું
અડધો ફૂટ બરફની મોટી ચાદરની નીચે ઔલીની ખીણ ચારેબાજુ સફેદ જોવા મળી રહી છે. કાલે ક્રિસમસ છે અને આ સમયે વીકેન્ડના કારણે મોટી સંખ્યામાં પર્યટક ઉત્તરાખંડના ઔલી આવી રહ્યા છે. દરમિયાન તેમના માટે આ હિમવર્ષા કોઈ ભેટથી ઓછી નથી કેમ કે હવે ઔલીની ખીણ બરફથી ઢંકાઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ હવામાન ખૂબ બદલાઈ ગયું છે. ત્યાં પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. કાલે પીર પંજાલ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ. ઘણા અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગનું ઍલર્ટ છે. અત્યારે કાશ્મીરનું તાપમાન સતત ઘટ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો સ્વર્ગને પણ ભૂલાવી દે તેવો નજારો, ચોતરફ પથરાઇ બરફની ચાદર#JammuKashmir #viral #JammuAndKashmir #Snowfall #Winter #WinterWonderland #news #newsupdate #trishulnews pic.twitter.com/oqXE6OcMVk
— Trishul News (@TrishulNews) December 25, 2024
તાપમાનમાં સતત ઘટાડો
હવે શ્રીનગરમાં રવિવારની રાત્રે માઇનસ 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ફેમસ ડાલ સરોવર ઘટતાં પારાના કારણે જામવા લાગ્યું છે. પહેલગામમાં માઇનસ 5 ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગ અનુસાર બુધવાર સુધી તાપમાન ઝટકો આપવાનું છે.
ZOJILA PASS Sonamarg after snowfall ♥️ pic.twitter.com/1O2pZEFPkz
— Go jammu and kashmir (@GoJammukashmir) December 24, 2024
સ્થાનિક તંત્ર પણ એલર્ટ!
સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે પ્રવાસીઓની સુવિધા માટે રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ઉત્તરકાશીમાં હિમવર્ષા બાદ તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીથી નીચે ગગડી ગયો છે. ગંગોત્રી નેશનલ હાઈવે બંધ છે. ટિહરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App