ગુજરાતના આ જિલલાઓમાં અગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી; અહીં વીજળી પડતા 10ના મોત

Gujarat Rain Forecast: દેશના મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ રાજ્યોમાં ચોમાસું ખૂબ જ સક્રિય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (31 જુલાઈ) 24 રાજ્યોમાં ભારે વરસાદનું(Gujarat Rain Forecast) એલર્ટ જાહેર કર્યુ છે. ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાથી 10 લોકોના મોત થયા હતા.આ તરફ, મધ્યપ્રદેશમાં ચોમાસાની એન્ટ્રીના 38 દિવસમાં, અડધી સિઝન એટલે કે 50% વરસાદ પ઼ડી ગયો છે. રાજ્યમાં વધુ એક મજબૂત તંત્ર સક્રિય થઈ રહ્યું છે. રાજ્યમાં બુધવારથી ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે.

ગંગાનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું
રાજસ્થાન અને બિહારમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે. રાજસ્થાનના જેસલમેર અને ગંગાનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. બિહારમાં પણ ટ્રફ લાઇન રાજ્યની સીમાની બહાર છે, જેના કારણે વરસાદ નથી થઈ રહ્યો. ઘણા જિલ્લાઓમાં ગરમી અને ભેજ છે. ગોપાલગંજમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

IMDનું 20 રાજ્યોમાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્યથી લઈને પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના 20 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ એલર્ટ આગામી ચારથી પાંચ દિવસ સુધી અપાયું છે.

કુલ્લુમાં વાદળ ફાટ્યું, તોશ વિસ્તારમાં ભારે તબાહી
કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરુલ એસ.રવીશે કહ્યું કે, મંગળવારે સવારે વાદળ ફાટવાના કારણે મણિકરણના તોશ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. સૂચના મળતા જ અમે તુરંત તે સ્થળોએ રેસ્ક્યુ ટીમ મોકલી બચાવ કામગીરી શરૂ કરાવી છે. આ ઉપરાંત અહીં સ્થિતિનું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે લોકોને નદીઓ અને તળાવોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત નદી અને તળાવોની આસપાસ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની પણ અપીલ કરવામાં આવી છે.

મણિપુર અને તમિલનાડુમાં ભૂસ્ખલન, પાંચના મોત
મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં એક ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એક મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયું છે. ભૂસ્ખલનમાં ઘણા મકાનો પણ વહી ગયા છે, જેના એક જવાન ઈજાગ્રસ્ત થયો છે, જેની સ્થિતિ ગંભીર છે. છેલ્લા એક દિવસમાં રાજ્યના જુદાં જુદાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તમિલનાડુના કોયંબતુર જિલ્લામાં ભારે વરસાદ પડતા ભૂસ્ખલનની જુદી જુદી ઘટનાઓ બની છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. સોમવારે રાત્રે બનેલી ભૂસ્ખલનની ઘટનામાં ઘણા લોકો ઘર નીચે દબાયા હોવાની માહિતી મળ્યા બાદ તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં મંગળવારે કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

ઝારખંડમાં વીજળી પડતા સાતથી વધુના મોત
ઝારખંડમાં મંગળારે વીજળી પડવાના કારણે બે બાળકો સહિત સાત લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાંચી જિલ્લામાં ચાર અને ચતારા જિલ્લામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈજાગ્રસ્તોને રાંચની રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.