ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: જાણો ક્યાં જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજા

Gujarat Rain: રક્ષાબંધન બાદ હવે ગુજરાતમાં ફરીથી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવવાની જાણે તૈયારી કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે. હાલ સાઈક્લોનીક સર્ક્યુલેશન સક્રિય છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં(Gujarat Rain) ક્યાં કયાં વરસાદ પડી શકે છે અને કોણે બહાર નીકળતી વખતે સતર્ક રહેવું પડશે તે ખાસ જાણો.

વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની દિશાના કારણે ગરમીમાં વધારો થયો છે. હાલ ઉત્તર પશ્ચિમી તરફથી પવન ફૂંકાઈ રહ્યાં છે. જો પશ્ચિમ- દક્ષિણી પવન હોય તો વરસાદી સિસ્ટમ બની શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે 36 ડિગ્રીથી વધુ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આજે અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તો બીજી તરફ 22 ઓગસ્ટના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો
વલસાડના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. લાંબા વિરમબાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. સેલવાસના ટોકરખાડા અને સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. આમ થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.

આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. નવસારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો. શહેરમાં આવેલા કબીરપોર કાલિયાવાડી, જુનાથાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક છે.

સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે
સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. જેમાં રાજ્યમાં ભર ચોમાસે 2 દિવસ ગરમીનો વર્તારો રહેશે. પવનોની દિશા બદલાતા ગરમી-ઉકળાટ રહેશે. રાજ્યમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ વલસાડ, નવસારીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે.