ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: આ 9 જીલ્લાઓમાં વરસાદ ભુક્કા કાઢશે

Gujarat Rain Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને(Gujarat Rain Forecast) કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે.

ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ
ગુજરાતમાં આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે વલસાડ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. સુરત, નવસારી, દાદરાનગર હવેલી દમણ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજના હવામાનના મેપ પ્રમાણે, રાજ્યના કુલ 9 જિલ્લામાં કાલ સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવી છે. જેમા દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે આજે આપેલા મેપ પ્રમાણે, 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ એલર્ટનો અર્થ એ છે કે, આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ એલર્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

ત્રણ ડેમ છલકાયા
અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-૧ તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-૩ અને રૂપારેલ, રાજકોટના આજી-૨ અને ન્યારી-૨ તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.

20 જુલાઈ સુધીની આગાહી
તો બીજી તરફ, ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

ચોમાસાની પ્રથમ ડીપ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી
23 થી 30 જુલાઈની વચ્ચે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અવિરત વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડશે. દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગોમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સક્રિય થયેલ સિસ્ટમો જમીન પરથી સક્રિય થઈ છે. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ચોમાસાની પ્રથમ ડીપ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.