ભરઉનાળે ચોમાસુ: અમદાવાદ, બોટાદ, ભાવનગર સહીત રાજ્યનાં અનેક શહેરોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ; જુઓ વિડીયો

Heavy Rain in Gujarat: ગુજરાતમાં હાલ અમદાવાદ સહિત ઘણા જિલ્લોમાં ભારે ગરમી પડી રહી છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોવવી પડી રહી છે અને તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. ત્યારે આવા ભર ઉનાળાના વાતાવરણમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી(Heavy Rain in Gujarat) વરસાદ પડ્યો છે. બોટાદ અને સાબરકાંઠાના ઈડરમાં કરા પડ્યાં છે તો વલસાડમાં વંટોળ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.આકરી ગરમી વચ્ચે વરસાદ આવતાં લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

બોટાદ શહેરના કમોસમી વરસાદના રોડ પર ભરાયા પાણી
બોટાદના પાળીયાદમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન તેમજ કરા સાથે વરસાદ પડ્યો હતો. પાળીયાદ તેમજ કાનીયાવડ ગામ પાસે વરસાદી ઝાપટું પડ્યું હતું. સાથે કરા પડતા જમીન પર બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યાં હતા. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને ખેડબ્રહ્મામાં પણ કરા સાથે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ ખેડબ્રહ્મા, ઇડર, વિજયનગરમાં વરસાદ પડ્યો, તો ખેડભ્રહ્મામાં વરસાદ સાથે કરા પડતા ગરમીમાં રાહત થઈ. તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો અને ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યું હતું. શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પાતરાને નુકસાન થયું હતું.

ગુજરાતમાં ક્યાં ક્યાં વાતાવરણમાં આવ્યો પલટો
અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. એસ જી હાઇવે, ગુજરાત હાઇકોર્ટ, સીજી રોડ, આશ્રમ રોડ, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, નારણપુરામાં ધુળની ડમરીઓ ઉડી રહી છે. હાલ ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં પલટો આવ્યો છે. લીંબડી, ચૂડા, ધ્રાંગધ્રા, મુળી સહિતના તાલુકાઓમાં પણ વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે.

ગાંધીનગરમાં વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી છે. ગાંધીનગરના સેકટર 7 ખાતે ધુળની ડમરી ઉડી રહતી. ઝડપી પવનના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.

તાપીજિલ્લાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વ્યારા તાલુકાના લખાલી, ઝાંખરી સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વ્યારા શહેરમાં ભારે પવન ફૂંકાતા તળાવ રોડ વિસ્તારમાં ઝાડ ધરાશાયી થયું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે ખેડૂતોની ચિંતામાં આંશિક વધારો થયો છે.

અમદાવાદમાં ધૂળની ડમરીઓ પણ ઉડી
​​​​​​​અમદાવાદ-ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં ઝડપી પવન ફૂંકાવાની સાથેસાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને વાતાવરણ તથા કેટલાક વિસ્તારમાં વરસાદી વાદળ જામ્યા છે. અમદાવાદમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝીબિલિટિનાં કારણે વાહન ચાલકો અને હાલાકી નો સામનો કરવો પડ્યો છે.મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. આજથી 16મી મે સુધી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.

આગામી 3 કલાક વરસાદની આગાહી
આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.