ભારે પવન…વીજળીના કડાકા-ભડાકાઃ 16 અને 17 જુલાઈ ગુજરાત માટે ‘ભારે’, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Rain in Gujarati: ગુજરાતમાં મોનસૂનનો ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ તમામ તાલુકા-જિલ્લામાં એન્ટ્રી થઈ ચુકી છે, તો ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બે-ચાર તાલુકામાં વરસાદની ઘટ પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી(Rain in Gujarati) કરી છે. તો આજે પણ મેઘરાજાએ નવસારી, વલસાડ અને ડાંગ સહિતના દક્ષિણ જિલ્લામાં મેઘ તાંડવ મચાવ્યું હતું. તો જોઈએ ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જીલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત,ભરૂચ,નર્મદા,ડાંગ,તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદ,અરવલ્લી,ખેડા,દાહોદ,પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

સોરાષ્ટ્રમાં આગાહી
અમરેલી જિલ્લામાં 8 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 14 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 22 કિમીની રહેશે.અમરેલી જિલ્લામાં આગામી તારીખ 14 થી 17 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.જામનગર જિલ્લામાં તારીખ 14 ના રોજ 5 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી તારીખ 14 થી 17 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.

સોમવારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
સોમવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.