મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલું હેલિકોપ્ટર પુણેમાં ક્રેશ, 4 લોકો…જુઓ ઘટનાનો ખૌફનાક વિડીયો

Pune Helicopter Crash: પુણેમાં ભારે વરસાદ વચ્ચે 4 લોકોને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ પુણે જિલ્લાના પૌડ ગામ પાસે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું છે. તે મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરમાં(Pune Helicopter Crash) સવાર ચાર લોકોમાંથી કેપ્ટનને ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

હેલિકોપ્ટર ડગમગવા લાગ્યું હતું
મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર AW 139 વિજયવાડા માટે ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર કેપ્ટન આનંદ ચલાવી રહ્યા હતા અને તેમના સિવાય તેમાં અન્ય ત્રણ લોકો હતા, દિયર ભાટિયા, અમરદીપ સિંહ અને એસપી રામ. અચાનક હવામાન ખરાબ થઈ ગયું, જેના કારણે હેલિકોપ્ટર ડગમગવા લાગ્યું. કેપ્ટને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં તે તેને કાબૂમાં ન લાવી શકયા ન હતા.

ચાર લોકો થયા ઘાયલ
હેલિકોપ્ટર તેજ ઝડપે આકાશમાંથી નીચે ઉતરવા લાગ્યું ત્યારે કેપ્ટન આનંદે તેને નિયંત્રણ કરી રહ્યા હતા. ત્યારે થોડીવાર હવામાં ઉડ્યા બાદ હેલિકોપ્ટર જમીન પર પડ્યું. જો કે ઝાડ નસીબની વાત તો એ છે હેલીકૉપટર વધુ ઉંચાઈ પર ન હતું. તેમજ આ દુર્ઘટનામાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું અને કેપ્ટન સહિત ચારેય લોકો ઘાયલ થયા હતા.

કેપ્ટનએ આપ્યું આ નિવેદન
આ અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઘાયલોની હાલત સ્થિર છે. પુણે પોલીસના જણાવ્યા અનુસાર, આ એક ખાનગી હેલિકોપ્ટર છે.

જે મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તે દરમિયાન માર્ગમાં આ અકસ્માત થયો હતો. હાલ તો દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન હોવાનું જાણવા મળે છે. હાલમાં કેપ્ટન હોસ્પિટલમાં દાખલ છે, તેમનું નિવેદન લીધા બાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવશે.