હવે રાજ્યમાં માસ્કની સાથે હેલ્મેટ પણ ફરજીયાત- જો પકડાયા તો ખિસ્સા થશે ખાલી

ગુજરાત રાજ્યમાં દરરોજ હજારો અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે, ત્યારે રાજ્ય સરકાર આજથી એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે 9 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવના આદેશ કરવામાં આવ્યા છે. એટલે જો આજથી કોરોનાકાળમાં મોઢા પર માસ્ક સાથે માથા પર હેલ્મેટ ફરજિયાત પહેરવું છે. જો આજથી હેલ્મેટ પહેર્યા વગર બહાર નિકળ્યા તો તમારું ખિસ્સું ખાલી થઈ શકે છે. ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ યોજવા જઈ રહી છે.

ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે. જેના કારણે સ્ટેટ ટ્રાફિક બ્રિગેડમાંથી પોલીસ અધિકારીઓને પરીપત્ર મોકલવામાં આવ્યા છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને વિશેષ ડ્રાઈવ કરવા આદેશ અપાયા છે. રોજની કામગીરીનો અહેવાલ મેઈલથી મોકલવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

રાજ્ય પોલીસ આજથી એક્શનમાં આવી છે અને ટ્રાફિકના નિયમનની સુયોગ્ય અમલાવરી કરાવવા અને તમામ નિયમોનું પાલન થાય તે અંતર્ગત મેગા ડ્રાઈવ યોજવા જઈ રહી છે. જેમાં તા 09-09-2020થી તા 20-9-2020 સુધી એક્શનમાં રહેશે. અને હેલ્મેટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ કરવામાં આવશે. હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો પાસેથી 500 રૂપિયા દંડ વસુલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધુ છે. જેમાં સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઘણા બહાદુરો હેલ્મેટ પહેર્યા વગર રખડતા હોય છે, ત્યારે આ બહાદુરોને ઝડપીને આકરો દંડ ફટકારવાની તૈયારી છે. માટે હવે હેલ્મેટ પહેર્યા વગર ફરતા વીરો અને હીરોને સાવધાન રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસની વિશેષ ડ્રાઇવ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પ્રજા પાલન કરે તે મહત્વનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *