સુરત 108ની પ્રશંસનીય કામગીરી: મધરાતે મહિલાની સ્ટ્રીટ લાઇટના અજવાળે રોડ પર જ પ્રસૃતિ કરાવી

રાજ્યમાંથી ઘણીવાર પ્રશંસનીય કામગીરીનાં સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.સુરત શહેરમાં આજે વધુ એક માનવતા મહેકાવતો તથા સાહસનો કિસ્સો સામે આવી રહ્યો છે. રસ્તા પર રહેતી એક શ્રમજીવી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં એણે બૂમાબૂમ કરી રહી હતી. જેને કારણે ત્યાંથી પસાર થઈ રહેલાં એક યુવાને 108માં ફોન કર્યો હતો.

108ની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી પણ મહિલાને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાય  અથવા તો સ્ટ્રેચર પર મૂકીને ગાડીની અંદર લઈ જઈ શકાય એવી સ્થિતિ ન હતી. ત્યારપછી 108ના સ્ટાફ તરફથી સ્થળ પર જ પ્રસૃતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સુમસામ રસ્તા પર રાત્રે 3 વાગ્યે માત્ર સ્ટ્રીટ લાઇટના અજવાળે મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા લોકોની સેવા માટે આપવામાં આવેલ 108 એમ્બ્યુલન્સનું સાયરન સંભળાય એટલે તમારે એને તાત્કાલિક માર્ગ આપી દેવો જોઈએ. કારણ કે, આ વાહન કોઈનો જીવ બચાવવા માટે દોડે છે પણ ક્યારેક સાયરન બંધ કરીને 108નો સ્ટાફ જાણે કે દેવદૂત બનીને કોઇને નવજીવન આપતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં મધરાત્રીનાં 3 વાગ્યે બની હતી.

સુરત શહેરમાં 108ના કર્મચારીએ સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં પ્રસુતિ કરાવવામાં આવી હતી. રાંદેરમાં આવેલ કોઝ-વે પાસે રોડ પર રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. 108ને આ અંગે ફોન કરતાં સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો. ડિલિવરી માટે સમય ન હોવાને કારણે સ્ટાફે પોતાની સૂઝબૂઝથી રોડ પર જ સ્ટ્રીટ લાઇટનાં અજવાળામાં પ્રસુતિ કરાવી હતી.

બાળકનો જન્મ થયા પછી માતા તથા બાળક બંનેને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ડિલિવરી કર્યાં પછી મહિલાને વધી પ્રમાણમાં બ્લડિંગ થઈ રહ્યું હોવાને કારણે એને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં માતા તથા બાળક બંનેની તબિયત એકદમ સારી છે.

મહિલાની ડિલિવરી કરનાર ભદ્રેશ બારયાએ જણાવતાં કહ્યું હતુ કે, અમને આપવામાં આવેલ તાલિમ આવી જ હતી. આ પ્રકારનું કાર્ય કરીને હું પણ ગર્વ અનુભવું છું. આ મામલે સુરત 108 નાં હેડ રોશન દેસાઇએ જણાવતાં કહ્યું હતું કે, અમને ફોન આવ્યો તેમજ તાત્કાલિક અઠવાલાઇન્સથી ગાડી મોકલી આપવામાં આવી હતી. સ્ટાફે પોતાની આવડત તેમજ સૂઝબૂઝને કારણે મહિલાની રોડ પર જ ડિલિવરી કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *