અંકલેશ્વર જીઆઇડીસીની હિમાની ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ઘટનાસ્થળે પહોચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને રાહત કામ શરુ છે. અત્યાર સુધી મળતી વિગતો અનુસાર ૨ કામદારોના મૃત્યુ થયા છે. જયારે ૫ ગંભીર છે.
ભરૂચમાં છેલ્લા ૭ દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે. ૩ જૂને દહેજની યશસ્વી રસાયણમાં 10 લોકો જીવતા ભુંજાયા હતા. માનવભૂલને કારણે કેમિકલ થી થયેલ ધડાકામાં ભારે નુકસાન થયું હતું. ત્યારે સતત બીજી ઘટના બનતા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ છે.
કામદારો ગંભીર દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં દોડધામ મચી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news