દુનિયા કેટલી આશ્ચર્યજનક અને રહસ્યોથી ઘેરાયેલી છે આ વાતની જાણ તમને આ લેખ વાંચીને થશે. આપણને ક્યારેય પણ વિચાર પણ ન આવે તેવી ઘટનાઓ સર્જાતી રહે છે. અને આવી ચોંકાવનારી ઘટનાઓ હાલના સમયમાં ખુબ સામાન્ય બની છે. થોડા વર્ષો પહેલા એક એવી ઘટના સર્જાઈ હતી કે, લોકોને જાણ થતા લોકોની આંખે અંધારા આવી ગયા હતા. હાલ આવા જ એક સમાચાર નાઇજીરીયાથી સામે આવ્યા હતા. એક મહિલાએ બાળકને નહિ પણ એક ઘોડાને જન્મ આપ્યો હતો. કુદરતને પણ ક્યારેય મંજુર નથી તેવી ઘટના ત્યારે સર્જાઈ હતી.
નાઇજિરીયાના એક અખબાર એજન્સી અનુસાર, આ ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના ઓલ્ડ સ્પીલા-બેનીન રોડ પરના એક ચર્ચની બહાર બની હતી. ચર્ચના જનરલ ઓવરસીયર ઇએસ વેલ્થએ જણાવ્યું હતું કે, ચર્ચમાં પ્રાર્થના ચાલી રહી હતી. આ સમય દરમિયાન, ગર્ભવતી મહિલાને પેટના ભાગમાં દુખાવો થતો હતો અને લોકોએ મહિલાને લોહી વહેતું પણ જોયું હતું. આ સમય દરમિયાન ત્યાં હાજર રહેલા દરેક લોકો ડરી ગયા હતા. અને અહિયાં લોકોએ એવી ખબર ફેલાવી કે, આ મહિલાએ એક ઘોડાના બચ્ચાને જન્મ આપ્યો છે.
ચર્ચના વેલ્થે આ મહિલાનું નામ બતાવાની સાફ સાફ મનાઈ કરી હતી. તેઓએ જણાવતા કહ્યું કે, તેઓ પણ ખાતરીપૂર્વક કહી શકતા નથી કે મહિલાએ જે ઘોડાના બચ્ચાને જન્મ આપ્યો છે તે જીવતો હતો કે મરેલો. વધુમાં જણાવતા કહ્યું કે, આ પ્રકૃતિનો એક અનોખો જ કરિશ્મા છે. ખરેખર, મેડીકલ સાઇન્સ મુજબ, કોઈ મનુષ્ય પ્રાણીના બાળકને જન્મ આપી શકતું નથી. જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યાં સુધી તે ગપસપ સિવાય બીજું કશું હોઇ શકે નહીં.
મળેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, સંભવ છે કે મહિલાએ ચમત્કાર શક્ય છે આ વાતને સરી સાબિત કરવા માટે આ ઘટનાને અંજામ આપી હોય અને લોકોને આ ઘટનાને એક ચમત્કાર માનીને સાચી મને! સમગ્ર વિશ્વના ચર્ચો ચમત્કારોમાં વિશ્વાસ કરે છે અને લોકો સામે ઘણી વખત તેમના પ્રભાવનો દાવો કરે છે. પરંતુ અહિયાં ઘટેલી આ ઘટના કોઈ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. જેના કોઈ ખાસ પુરાવા મળ્યા નથી કે, લોકોને જાણ થઇ શકે છે આ વાતમાં કેટલી સત્યતા રહેલી છે. પરંતુ ચમત્કારમાં વિશ્વાસ રાખનારા લોકો આ વાતને સાચી પણ માની રહ્યા છે. તમે જણાવી દઈએ કે, આ ઘટના વર્ષ 2014માં ઘટેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle