જીવનમાં યાદ રાખો આચાર્ય ચાણક્યની આ ૩ વાતો- શત્રુઓ સામે ક્યારેય નહિ મળે નિષ્ફળતા

દરેક વ્યક્તિના જીવનમાં દુશ્મનો હોય છે. કેટલાક દુશ્મનો સામે આવીને હુમલો કરે છે. જ્યારે કેટલાક મિત્ર બનીને દુશ્મન કરતાં વધુ નુકસાન પહોચાડે છે. ઠીક છે,…

દરેક વ્યક્તિના જીવનમાં દુશ્મનો હોય છે. કેટલાક દુશ્મનો સામે આવીને હુમલો કરે છે. જ્યારે કેટલાક મિત્ર બનીને દુશ્મન કરતાં વધુ નુકસાન પહોચાડે છે. ઠીક છે, દુશ્મન સાથે કોઈપણ સ્વરૂપમાં વ્યવહાર કરવો જરૂરી છે. પરંતુ મહાન રાજદ્વારી આચાર્ય ચાણક્યએ શત્રુઓ સામે લડવા અને જીતવાની એવી રીતો જણાવી છે, જેને અપનાવવાથી દરેક શત્રુ પર વિજય નિશ્ચિત છે.

આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરીને જ ચંદ્રગુપ્તને નંદ વંશનું શાસન મળ્યું હતું. આચાર્ય ચાણક્ય માનતા હતા કે, દુશ્મન ગમે તેવો હોય પરંતુ તેનાથી ડરવું ન જોઈએ. તેના બદલે, વ્યક્તિએ પોતાને તેના કરતાં વધુ શક્તિશાળી બનાવીને તેના પર જીત મેળવવી જોઈએ. આ માટે કેટલીક બાબતો અપનાવવી ખુબ જ જરૂરી છે.

1. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, દુશ્મન ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તેની સામે ક્યારેય ઘૂંટણ ન ટેકવા જોઈએ. દુશ્મનો સામે લડવા માટે તમારે તમારી જાતને માનસિક રીતે તૈયાર કરવી જોઈએ. જો તમે યુદ્ધ દરમિયાન નિષ્ફળ થાવ છો તો પણ તમારે હિંમત હારવી ન જોઈએ. તે દરમિયાન તમારે તમારી ભૂલ શોધવી જોઈએ અને તમારે ફરીથી દુશ્મનને હરાવવાનું શરુ કરવું જોઈએ. તેમજ તમે ચોક્કસપણે જીતશો. કારણ કે તમને નબળા માનીને દુશ્મન ચોક્કસ કોઈને કોઈ ભૂલ કરશે અને તમારો વિજય થશે.

2. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, તમે ગમે તેટલા બળવાન હો પરંતુ દુશ્મનને તમારા થી કઈ ઓછો ન માનવા જોઈએ. જો તમે દુશ્મનની તાકાતનો સાચો અંદાજ લગાવો છો, તો તમારી જીત નિશ્ચિત છે. તેમજ તમારા સંસાધનોનો વ્યય થશે નહીં.

3. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, માણસનો સૌથી મોટો દુશ્મન તેનો ક્રોધ હોય છે. ઠંડા દિમાગથી કામ ન કરનારાઓને હરાવવા ખૂબ જ સરળ છે. તેથી તમારા મનને હંમેશા ઠંડુ રાખો અને દુશ્મન તમને હરાવે એવી એક પણ તકના આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *