આજના દિવસે આ રીતે ચોખાના દાણાનો ઉપયોગ કરવાંથી આપનાં જીવનમાં આવશે આમૂલ પરિવર્તન 

Published on: 12:06 pm, Fri, 27 November 20

જો કોઈપણ વ્યક્તિને પિતૃદોષ હોય તો એવું માનવામાં આવી રહ્યું છે કે, કાગડાને ચોખાથી રાંધેલી ખીર તથા રોટલી ખવડાવવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે તથા પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે. તમે કોઇપણ ગ્રહથી પીડાતા હો તેમજ પર્સમાં વધુ સમય પૈસા ટકતા ન હોય તો આ ઉપાય કરો.

કોઇપણ શુભ મુહૂર્તમાં કે, અખાત્રીજના દિવસે કે પુર્ણિમાના દિવસે જલદી જાગવું. બધાં આવશ્યક કાર્યો પતાવીને લાલ રેશમી કપડું લો. હવે આ લાલ કપડામાં કુલ 21 ચોખાના દાણા રાખવાં. ખાસ ધ્યાન રાખવું કે, કુલ 21 ચોખાના દાણા પુરી રીતે અખંડ હોવાંથી એમાંથી કોઇપણ દાણો ખંડિત ન હોય.

જો કોઈપણ વ્યક્તિને સફળતા પામવા પહેલા બાધાઓનો સામનો કરવો પડતો હોય તો એવા લોકોએ મીઠા ચોખા રાંધીને અગાસી પર વેરી નાખવા જોઈએ .જેને કારણે કાગડાઓ એનું સેવન કરી શકે. આવું કરવાથી ખુબ ઝડપથી સફળતા મળે છે. જો, કોઈપણ વ્યક્તિને એના જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડતી હોય તો એની માટે પોતાના પર્સમાં કુલ 21 ચોખાના દાણા લાલ રંગના રેશમી કપડામાં રાખવામાં આવે તો એવું માનવામાં આવે છે કે, એના જીવનમાં આર્થિક ફાયદો થાય છે પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, આ ઉપાય શુક્રવારે કરવો.

કારણ કે, શુક્રવારે આ ઉપાયને કરવો શુભ માનવામાં આવે છે. ઘણીવાર મહેનત કરવા માણસ એનું ફળ પામી શક્તો નથી. જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહની બાધા હોય તો વ્યક્તિએ ગરીબી સહન કરવી પડે છે. જો તમે કોઈપણ ગ્રહ બાધાથી પિડીત છો તેમજ તમારા પર્સમાં થોડા સમય સુધી પૈસા ટકતા હોય તો આ ઉપાય કોઈપણ શુભ મુહૂર્ત અથવા અક્ષય તૃતિયા અથવા પૂર્ણિમા અથવા અન્ય કોઈપણ શુભ મુહૂર્તમાં સવારમાં જલ્દી ઉઠીને સ્નાનાદીક નિત્ય કર્મ કરીને એક લાલ રેશમી કાપડ લઈ એમાં ચોખાના 21 દાણા રાખવાં.

ચોખાના તમામ દાણા સંપૂર્ણ રીતે અખડિત હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે, જ્યા સુધી વિધિ પૂર્ણ ન થાય ત્યા સુધી ચોખાનો એકપણ દાણો તૂટવો ન જોઈએ. હવે આ કાપડને ધનલક્ષ્મી દેવીની પ્રતિમા સામે રાખીને પૂજા કરવી. પૂજા કર્યાં બાદ આ લાલ કાપડને ચોખા સહિત પોતાના પર્સમાં રાખી લો.

આ કાર્ય કર્યા બાદ થોડા દિવસ પછી તમારી ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. ખાસ ધ્યાન રાખવું કે, લાલ કાપડવાળા પર્સમાં લાલ કાપડ સાથે ક્યારેય પણ અધાર્મિક વસ્તુ રાખવી નહી. પર્સમાં લાલ કાપડ સાથે ચાવીઓ ન રાખવી. સિક્કાઓ તેમજ નોટને પણ પર્સના અન્ય ભાગમાં રાખો. કોઈપણ પ્રકારની બિનજરૂરી વસ્તુ પર્સમાં ન રાખો.

આ કાર્યનો અર્થ એ નથી કે, આપણે પ્રયાસ અટકાવી દઈએ કે, આ વિધિના સફળતાની રાહ જોતા નિયતિના ભરોસે રહીને બેસી રહીએ. આ કાર્ય માત્ર મનના વિશ્વાસને મજબૂત કરવા માટે છે તેમજ નિયતિ જો આપણા ધાર્યા પ્રમાણે ન વર્તે તો જે ફળ મળે એનો સ્વીકાર કરવા માટે મનને તૈયાર રાખીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle