બળજબરી ધર્મપરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ: વિધર્મી માણસ લાલચ આપીને કરાવતો હતો ધર્મ પરિવર્તન

ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન કરવાની ઘટના સામે આવી છે. આ ધર્મ પરિવર્તન અંગે નું કનેક્શન ગુજરાત સાથે પણ જોડાયેલું છે. ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા વડોદરાના…

ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન કરવાની ઘટના સામે આવી છે. આ ધર્મ પરિવર્તન અંગે નું કનેક્શન ગુજરાત સાથે પણ જોડાયેલું છે. ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા વડોદરાના સલાઉદિનની અટકાયત કરવામાં આવી છે. સલાઉદિન ધર્મ પરિવર્તન ગેંગના મુખ્ય સાગરીત ગૌતમને ફંડની વ્યવસ્થા કરી આપવાનો આક્ષેપ લાગ્યો છે. સલાઉદિન ઉમર ગૌતમને હવાલા મારફતે 30 લાખ રૂપિયા મોકલ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે.

સલાઉદ્દીન વડોદરા ફતેગંજ વિસ્તારમાં આવેલા ક્રિષ્નાદિપ 306 નંબરના ફ્લેટમાં રહે છે. એટીએસ ટીમે સલાઉદ્દીન અને સાથે રાખીને તેમની પાણીગેટ સ્થિતિ ઓફિસે અને તેમજ તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એટીએસ ટીમે સલાઉદ્દીન પાણી ગેટ ઓફિસમાંથી કમ્પ્યુટર કબજે કર્યું છે. તેમજ 306 નંબરના તેના ફેલ્ટમાં પણ તપાસની કામગીરી હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશ એ.ટી.એસ ની ટીમ છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી હતી અને અંતે તેમણે ગુજરાત એટીએસની થી અમદાવાદ વડોદરા હાઇવે પરથી સલાઉદ્દીનની અટકાયત કરી છે. સલાઉદ્દીન ની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ શંકાના દાયરામાં છે. સલાઉદ્દીન ગરીબો અને વિદ્વાન મદદ કરવાના બહાને વિદેશથી ફંડ મેળવતો હોવાનો ખુલાસો થયો છે.

આ સમગ્ર ઘટના અંગેની વાત કરીએ તો ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્મ પરિવર્તન મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી હતી. ખાસ કરીને રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવતા હતા. મોટા ભાગે મહિલાઓ અને મુકબડધિરને વધુ ટાર્ગેટ બનાવતા હતા. ઉમર ગૌતમ પહેલા હિંદુ હતો પરંતુ વર્ષો પહેલા તેને મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. આ સમગ્ર મામલા અંગે ગુજરાત કનેક્શન સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે સલાઉદ્દીન ની સાથે અન્ય કેટલા લોકો આ ગેંગમાં સામેલ છે તે અંગેની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *