છોકરાને બે પગ નથી અને છોકરીને એક હાથ નથી, છતાં પણ કરી રહ્યા છે એક બીજાને મદદ- વિડીઓ જોઇને તમે પણ કહેશો સરસ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક પ્રેરણાત્મક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને પણ નવાઈ લાગશે.

ત્યારે એવા ઘણા વિડિઓઝ છે જે જોતા જ આપદા દિલને સ્પર્શી જાય છે. આવો જ એક વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ ખુબ જ લાગણીશીલ છે જે જોઇને તમને પણ પ્રેરણા મળશે.

વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, યુવકના બંને પગ નથી જયારે બીજી બાજુ યુવતીનો એક હાથ નથી. વીડિયોમાં છોકરો અને છોકરી બજારમાં જવાની તૈયારી કરી રહ્યા છે. છોકરો યુવતીના સેન્ડલ બંધ કરી આપે છે, જ્યારે છોકરીએ પાછળના ભાગમાં ટોપલી બાંધી છે. છોકરી છોકરાને ઉંચકીને ટેબલ પર બેસાડે છે અને છોકરો તેની પીઠ સાથે બાંધી બાસ્કેટમાં બેસે છે અને તે બંને બજારમાં જાય છે.

આ વિડીઓ જોઇને તમે પણ કહેશો કે બંને વિકલાંગ છે છતાં પણ બંને એક બીજાની મદદ કરી રહ્યા છે. આ વિડીઓ જોઇને તમને પણ અંદરથી થશે કે ખરેખર પ્રેમ હોય તો આવો. આ વિડીઓ જોઇને તમને પણ કોઈ વિકલાંગની મદદ કરવાનું મન થય જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *