અરે બાપરે, પોતાની સાથે જ લગ્ન કરનાર આ હિરોઈન પુરુષના સાથ વગર જ બનવાની છે માતા?

થોડા સમય પહેલા જ એક યુવતીએ પોતાની સાથે જ લગ્ન(Self married) કર્યા હોવાની ઘટના સામે આવી હતી. આ પછી ટીવી સીરીયલ ‘દિયા ઓર બાતી હમ(Diya aur bati hum)’ ફેમ અભિનેત્રી કનિષ્કા સોની (Kanishka Soni)એ પણ પોતાની સાથે જ લગ્ન કર્યા હતા. તેણે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેના ઇન્સટાગ્રામ પર સિંદૂર લગાવીને તેમજ મંગલસૂત્ર પહેરીને એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, તેણે પોતાની સાથે જ લગ્ન કર્યા છે. તેને ખુશ રહેવા માટે કોઈ પુરુષની પણ જરૂર નથી. તેમજ તેણે પોતાની જાતને દેવી પણ ગણાવી હતી.

આ પોસ્ટ શેર કરવાની સાથે જ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોટાભાગના લોકોએ અભિનેત્રી આવું કરવા માટે તેને ટ્રોલ પણ કરી હતી, જ્યારે ઘણા લોકો એવા પણ હતા કે, તેણે તેના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ત્યારે હવે ફરીવાર અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે. જેના પરથી અટકળો થઈ રહી છે કે કદાચ તે પ્રેગનેટ છે.

 

View this post on Instagram

 

A post shared by Kanishka Soni (@itskanishkasoni)

અટકળો વાયરલ થયા બાદ અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. કનિષ્કા સોની આ વાતને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. તે પોતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમજ તેના ફેન્સ સાથે પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ શેર કરતી રહે છે.

ત્યારે હાલમાં જ અભિનેત્રીએ ન્યૂયોર્ક સીટીના એક પાર્કમાંથી કેટલા ફોટા શેર કર્યા છે. જેમાં તે ટીશર્ટ અને જીન્સમાં જોવા મળી રહી છે. આ સાથે જ કનિષ્કાના પેટની ચરબી પણ સ્કિની ટોપ માં દેખાઈ રહી છે. જે બાદ સોશિયલ મીડિયા પર અભિનેત્રી પ્રેગનેટ હોવાનું અટકળો શરૂ થઈ ગઈ છે. જેના પર કનિષ્કાએ પ્રતિક્રિયા પણ આપી છે.

પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ લખ્યું છે કે, હું સેલ્સ મેરીડની જેમ સેલ પ્રેગ્નેટ નથી. તે ફક્ત યુએસએના શાનદાર પીઝા અને બર્ગર છે જેણે મારું વજન વધાર્યું છે. પરંતુ મને તેનાથી કોઈ જ સમસ્યા નથી. હું અહીં ખૂબ જ એન્જોય કરી રહી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *