આ છે આવી 5 પરિસ્થિતિઓ જેમાં યુવતી હંમેશા બોલે છે ખોટું..

આજના સમયમાં કોણ સાચું છે અને કોણ ખોટું તે જાણી શકાતું નથી. કેટલીકવાર લોકો ખોટું બોલતાં હોય છે પણ આપણે તેને સત્ય માની સ્વીકારીએ છીએ.…

આજના સમયમાં કોણ સાચું છે અને કોણ ખોટું તે જાણી શકાતું નથી. કેટલીકવાર લોકો ખોટું બોલતાં હોય છે પણ આપણે તેને સત્ય માની સ્વીકારીએ છીએ. હવે જો વાત જૂઠું બોલવાની હોય તો છોકરીઓ તેમાં યુવકો કરતાં મોખરે છે.

યુવતીઓને સાંભળવામાં થોડું ખરાબ લાગે છે પરંતુ આ વાત કેટલીક બાબતોમાં સાચી છે. કેટલીક એવી સ્થિતિ સર્જાય ત્યારે તેઓ ખોટું બોલે છે અને મોટી સમસ્યા એ છે કે છોકરાઓ આ જૂઠાણાંને પકડી શકતા નથી. તો ચાલો જાણીએ કે કઈ એવી 5 સ્થિતિ છે જેમાં સ્ત્રીઓ ખોટું બોલે છે.

ઉંમર

કહેવાય છે કે છોકરીને તેની ઉંમર પૂછવી ન જોઈએ. જો કોઈ આ ભુલ કરે તો જાણે તેણે કોઈ અંગત પાસવર્ડ માંગી લીધો હોય તેવા હાવભાવ જોવા મળે છે.  આ વાતનો જવાબ તો તે આપશે પરંતુ તે સાચો હશે નહીં. સામાન્ય રીતે યુવતીઓ પોતાની ઉંમર ઓછી જ દર્શાવે છે.

‘ઓલ ઈઝ વેલ’

યુવતી મુસીબતમાં ફસાઈ હોય તો પણ ક્યારેય સ્વીકારશે નહીં. તે એક જ વાત કહેશે કે બધું જ બરાબર છે. જો કે અંદરથી તેની ઈચ્છા એવી હોય છે કે તે ભલે કહે નહીં પરંતુ તમે તેની વાત જાણી તેનો સાથ આપો. જેથી તે પોતાના મનનો ભાર હળવો કરી શકે.

મેકઅપ

મેકઅપને લઈને મોટાભાગની યુવતીઓ ખોટું બોલતી હોય છે. તે પોતાના મેકઅપ સીક્રેટ્સ કોઈ સાથે શેર કરતી નથી. જો કોઈ યુવતી તેને આ વાત પુછે તો પણ તે સાચો જવાબ આપતી નથી અને ખોટી વાત જ જણાવે છે. મોટાભાગની યુવતીઓ કહે છે કે તે મેકઅપનો ઉપયોગ કરતી નથી.

સંબંધ છુપાવવા

કેટલીક યુવતીઓને આદત હોય છે તે પોતાની દરેક વાતને મનમાં છુપાવી રાખે છે. તેના સંબંધો વિશે તે બેસ્ટફ્રેંડને પણ જણાવતી નથી. મનમાં કોઈ યુવક માટે લાગણી પણ હોય તો તે કહે છે કે તે માત્ર બેસ્ટ ફ્રેન્ડ છે. પોતાની લાગણીઓ વિશે પણ તે મુક્તમને વાત કરતી નથી.

બ્રેકઅપની અસર

યુવતીઓ યુવકો કરતાં વધારે ઈમોશનલ હોય છે. તેવામાં કોઈ યુવતીને સાચો પ્રેમ થાય અને જો બ્રેકઅપ થાય તો પણ તે યુવકની રાહ જોવે છે. તેને આશા હોય છે કે તે પાછો ફરશે. આ સાથે તે દુનિયા સામે દર્શાવે છે કે તેને બ્રેકઅપ થવાથી કોઈ ફરક પડ્યો નથી.

વજન

યુવતીઓ પોતાના વજનનું સત્ય પણ દર્શાવતી નથી. તેનું સાચું વજન કેટલું છે કે કહેવાને બદલે તે ખોટું વજન જ કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *