31મી ડિસેમ્બર એટલે કે, વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષની શરૂઆતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાથે જ કહેવાય છે કે આ દિવસે રાજ્યમાં પ્યાસીઓ બેફામ બની દારૂની મહેફિલો માણે છે. આજે જ થર્ટી ફર્સ્ટ છે. 2019 ને વિદાય આપી નવા વર્ષને વધાવવા યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે 2020 ને વધાવવા શહેરમાં ઠેર ઠેર થર્ટીફર્સ્ટ પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં યુવાધન ડીજેનાં તાલે ઝુમીને જલસો કરવા માંગે છે.
થર્ટી ફર્સ્ટનાં રોજ રાત પડશે ત્યારે દિવસ જેવો માહોલ સર્જાશે નવા વર્ષને વધાવવા લોકો થર્ટી ફર્સ્ટની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાલે યુવાધનની આતુરતાનો આજે અંત આવયો. 2020 ને વધાવવા માટે ઘણી હોટેલો ઢાબા અને કલબમાં થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીનર બાદ રાત્રે ઘડીયારમાં 12ના ટકોરે આતશબાજી થશે. ઉપરાંત ડીજે પાર્ટી યોજાશે જેમાં યુવાધન મ્યુઝીકનાં તાલે ઝુમી ઉઠશે.
ભારતીયો કોઈપણ તહેવારને ઉજવવાનં ચૂકતા નથી પછી ભલે તે તહેવાર અન્ય ધર્મનો હોય. ખાસ કરીને જો વાત કરવામાં આવે રંગીલા ગુજરાતની તો અહિંના લોકો ઉત્સવપ્રિય છે માત્ર ઉજવણીનું બહાનું જોતુ હોય છે. તેવા ગુજરાતીઓનો થર્ટીફર્સ્ટનો જલસો કંઈક અનેરો જ હોય છે.
દુનીયાભરમાં થર્ટીફર્સ્ટની ઉજવણી થશે. આપણાદેશમાં પણ થર્ટી ફર્સ્ટના ઉજવણીનાં અનેક આયોજનો થયા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટનો ક્રેઝ વધતો જ જાય છે. યુવાધનો નવા વર્ષને વધાવી રંગેચંગે ઉજવણી કરે છે.
થર્ટી ફર્સ્ટનાં ઉત્સાહમાં કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તેનું પણ યુવાધને ધ્યાન રાખવું જોઈએ હાલ સૌરાષ્ટ્રમાં પોલીસ વિભાગ દ્વારા થર્ટી ફર્સ્ટનાં દિવસે થતી ગેરકાનુની પ્રવૃત્તિઓ અટકાવવા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.
યુવાધન શરાબ પીને થર્ટી ફર્સ્ટ ન ઉજવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટનાં દિવસે હોટેલો, ઢાબા, કલબ સહિતની જગ્યાએ યોજાતી પાર્ટીઓમાં ચેકીંગ હાથ ધરાશે. વધુમાં રોડ રસ્તા પણ પેટ્રોલીંગ હાથ ધરાશે જો કોઈ દા‚ના નશામાં હશે તો પોલીસ તેનો નશો પણ ઉતારશે. થર્ટી ફર્સ્ટ નીમીતે ગુજરાત રાજયમાં દારુબંધીનાં કાયદાનો કડક રીતે અમલ થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કાલે રાત્રે પોલીસ ઠેક ઠેકાણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદાનું હનન કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનારાઓને પાઠ ભણાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.