હે રામ! આ બધું શું થઈ રહ્યું છે: ત્રીજા માળેથી બળદે કર્યો આપઘાત

Viral Video: સુસાઇડ એક એવું પગલું છે જે ખૂબ નિંદનીય અને દયનીય હોય છે. કોઈપણ વ્યક્તિ સુસાઇડ કરતા પહેલા કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો છે તે ફક્ત તે વ્યક્તિ જ જાણે છે. પરંતુ તમે અત્યાર સુધી કોઈ માણસને જ સુસાઇડ કરતા જોયો હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ જનાવરને સુસાઇડની (Viral Video) ખબર સાંભળી છે? જી હા સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક બળદ ઘરની અગાસી પરથી છલાંગ લગાવી સુસાઇડ કરતા જોઈ શકાય છે. નીચે ઉભેલા લોકો જોરથી બૂમો પાડી રહ્યા છે ત્યારબાદ બળદ છત પરથી નીચે ઉડી જાય છે.

છત પરથી કૂદીને બળદે કર્યું સુસાઇડ?
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક બળદ એક ત્રણ માળના ઘરની અગાસી ઉપર ઉભો છે, નીચે ઘણા લોકોનું ટોળું જમા થઈ ગયું છે. તેઓ બૂમો પાડી રહ્યા છે. બળદ ધીમે ધીમે અગાસીની ધાર પર આવી જાય છે અને ત્યાં આવીને ઊભો રહી જાય છે. જેમકે તે નીચે પડવા માટે હિંમત ભેગી કરી રહ્યો હોય. થોડી ક્ષણો પસાર થયા બાદ બળદ છત પરથી નીચે કૂદવાનો નિર્ણય કરે છે અને ત્યાંથી છલાંગ લગાવી દે છે. એ દરમિયાન ઘણા લોકો ત્યાં હાજર હતા પરંતુ તેઓ બળદને આવું કરવાથી રોકી શક્યા ન હતા.

નીચે પડ્યા પછી ઉભો ન થયો બળદ
ઘટના એક ગ્રામીણ વિસ્તારની જણાવવામાં આવી રહી છે જ્યાં બળદ મકાનના અગાસી પર ગમે તેમ રીતે ચડી ગયો હતો. જોકે તેને પાછો ઉતારવાનો રસ્તો ન મળવાને કારણે ડરી જાય છે અને એટલા માટે જ તે છત પરથી કૂદી ગયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નીચે ઉભેલા લોકો તેને શાંત કરવાની કોશિશ કરે છે પરંતુ બળદ એને નજર અંદાજ કરી ત્યાંથી કૂદી જાય છે. લોકોનું માનીએ તો જેવો બળદ છત પરથી નીચે પડ્યો કે તે પછી ફરી પાછો ઊભો થઈ શક્યો ન હતો.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Kashyap (@sidharth568786)

વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પરના લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિ લખે છે કે જ્યોતિષના અનુસાર જળ સંકટ આવવાનું છે. અન્ય એક યુઝર કહે છે કે આ જનાવરો ચડી તો શકે છે પરંતુ ઉતરી શકતા નથી તેના લીધે મજબૂરીમાં તેને કૂદવું પડ્યું. તો ત્રીજા એક વ્યક્તિએ લખ્યું કે કલિયુગે પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધી છે. આ ઘટના ફક્ત રોમાંચક નથી પરંતુ એ વિચારવા પર મજબૂર કરી દે છે કે જનાવરોની સુરક્ષા માટે જાગૃકતા ખૂબ જરૂરી છે.