સમગ્ર ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. બિહારમાં પણ પરિસ્થિતિ ખુબ ગંભીર બનતી જઈ રહી છે. ત્યારે બિહાર રાજ્યમાં દરરોજ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવા સમય દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પીટલમાં બેડ અને ઓક્સિજનની અછતને કારણે દર્દીઓ પીડાય રહ્યા છે.
ત્યારે બિહારમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે હાઇકોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપતા કહ્યું છે કે જો તમારાથી આ પરિસ્થિતિ કાબુ ન થઈ શકતી હોય તો આ જવાબદારી સૈન્યને સોંપી દો અને કોર્ટે કહ્યું છે કે વારંવાર આદેશ આપવા છતા પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. [national_post]
કોર્ટે કહ્યું છે કે વારંવાર આદેશ આપવા છતાં ઘણા લોકો મરી રહ્યા છે. જે એક શરમજનક બાબત ગણી શકાય. ત્યારે સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પીટલમાં લોકોને બેડ મળી રહ્યા નથી અને જે લોકો હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે તેમને પુરતો ઓક્સીજન નથી મળી રહ્યો.
15 મે સુધી બિહારમાં રહેશે લોકડાઉન :-
ટ્વિટર દ્વારા માહિતી આપતા નીતીશ સરકારે જણાવ્યું છે કે બિહારમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આગામી 15 મે સુધી બિહારમાં લોકડાઉન લાગુ રહેશે. મુખ્યમંત્રી નીતીશના જણાવ્યા અનુસાર સોમવારના રોજ સહયોગી મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી 15 મે સુધી બિહારમાં લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.