સતત વધતાં જઈ રહેલ કોરોનાના કેસને ધ્યાનમાં લઈ ફરી પાછુ લોકડાઉન કરવામાં આવે એવી સંભાવના જોવા મળી રહી છે ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે.
જસ્ટિસે જણાવ્યું હતું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં લેવા ખુબ જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી ખુબ જરૂરી છે. સમગ્ર રાજ્યમાં 4 દિવસનો કર્ફ્યૂ લાદવા તેમજ વીકએન્ડ કર્ફ્યૂ અંગે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.
સરકારની વીકએન્ડ લોકડાઉન અંગેની વિચારણા:
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ભયજનક રીતે વધારો થતો જઈ રહ્યો છે. સમગ્ર રાજ્યનો કોરોના રિકવરી રેટમાં પણ ઘટાડો થઈને 93.81% પર આવી ગયો છે. સતત વધતા જતાં સંક્રમણને લીધે અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં અનેકવિધ માર્કેટ ધરાવતાં નગરો તથા ગામડાંમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ, શહેરોમાં રાત્રિ કર્ફ્યૂને લીધે ધંધા પર અસર પડતી હોવાને લીધે વેપારી એસોસિયેશનનું માનવું છે કે, કોરોના કાબૂમાં લેવા માટે હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેને લીધે ઝડપથી કાબૂમાં આવી શકે. આની સાથે જ ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ દ્વારા PM નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે.
લૉકડાઉન વિશે IMAનો PM મોદીને પત્ર:
‘ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન’ દ્વારા PM મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે, હાલમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશન દ્વારા પત્રમાં સરકારને કહ્યું છે કે, સમગ્ર રાજ્યમાં તમામ સ્થળ પર વેક્સિન સેન્ટર ઊભાં કરીને વોક ઈન વેક્સિનની સુવિધા કરવામાં આવે.
આની સાથે જ પ્રાઈવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ તથા બધાં જ ડૉક્ટર્સને વેક્સિન આપવાની પરવાનગી આપી દેવામાં આવે. સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનને યોગ્ય બનાવવા માટે તમામ જિલ્લામાં કોવિડ ટાસ્કફોર્સની રચના કરવામાં આવે કે, જેથી વેક્સિન યોગ્ય રીતે થઈ શકે.
PMની પણ મિની લોકડાઉન અંગેની વિચારણા:
રાજ્યમાં એક બાજુ નાઈટ કર્ફયૂ સહિત સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. આ સમયે કેટલાક શહેરમાં સ્વયંભૂ રીતે લોકડાઉન જેવી પરિસ્થિતિ બનવા લાગી છે. નાઈટ કર્ફયૂને લીધે સમગ્ર રાજ્યમાં ઉદ્યોગને ખુબ મોટો ફટકો પડી રહ્યો છે પણ કેટલાક મેડિકલ સહિત જે રીતે સ્વયંભૂ લોકડાઉનની વાતો કરી રહ્યા છે, એમાં સરકારનું આડકતરું દબાણ પણ હોવાનું માનવામાં આવે છે.
પહેલાં પણ ગુજરાત સરકારે લોકડાઉન ન આવે એવી જાહેરાત કરી છે તેમજ એમાં પીછેહઠ કરી શકાતી નથી, પણ આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ બની શકે છે. વડાપ્રધાને પણ મિની લોકડાઉન વિશે વિચારણા કરવા માટે અધિકારીઓને કહ્યું છે ત્યારે રાજ્યમાં ધીમે ધીમે એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.
શહેરમાં શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ:
મોટા ભાગનાં એસોસિયેશનોનું માનવું છે કે, પહેલાં પણ લોકડાઉનને લીધે વેપાર-ધંધા આર્થિક તથા માનસિક રીતે પડી ભાંગ્યા હતા. હાલમાં કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે કે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે ખુબ નુકસાનકારક સાબિત થયા છે.
એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે કે, શહેરમાં 5 દિવસ છૂટ આપીને શનિવાર-રવિવાર કર્ફયૂ રાખી દેવો જોઈએ એટલે કે શુક્રવારની રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ, જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે તેમજ એની સાઇકલ તૂટી શકે.
આની સાથે-સાથે જ ગુજરાતના મહાનગરોમાં 3-4 દિવસનો કરફયુ અથવા તો આંશિક લોકડાઉન લગાવવા માટે હાઇકોર્ટ દ્વારા નિર્દેશ,ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે જાહેર કાર્યક્રમો તથા રાજકીય કાર્યક્રમો પર પણ અંકુશ લગાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.