અમદાવાદમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું: બિલ્ડર, ફાઇનાન્સર અને જમીન દલાલ સહિતના 11 જુગારીઓની ધરપકડ

Ahmedabad Gambling Den: અમદાવાદ શહેરના પોશ ગણાતા એવા સિંધુભવન રોડ ઉપર પોલીસે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું છે. સિંધુ ભવન (Ahmedabad Gambling Den) રોડ પર આવેલ અશ્વવિલા બંગ્લોઝ ના 27 A નંબરના બંગલામાં જુગાર રમાડવામાં આવતો હોવાનું બાતમી મળતા જ બોડકદેવ પોલીસે દરોડા પાડ્યા હતા અને 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

જ્યાંથી પોલીસે આશરે રૂપિયા એક લાખ રોકડ, કોઇન અને BMW મર્સિડીઝ સહિત છ લક્ઝુરિયસ કાર પણ કબજે કરી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્નેહ કુમારપાળ શાહ નામનો વ્યક્તિ પોતાના બંગલામાં આ જુગાર રમાડતો હતો. સ્નેહ ઉર્ફે સેફુ વિરુદ્ધ અગાઉ પણ આનંદનગર અને ક્રાઇમબ્રાંચ માં ક્રિકેટ સટ્ટા ના ગુના દાખલ થઈ ચૂક્યા છે. જે તેના મિત્રોને અહીં બોલાવી જુગાર રમાડતો હતો.

આ જુગારનો અડ્ડો ચલાવનાર સ્નેહ ઉર્ફે સેફુ જુગાર રમાડવા માટે કમિશન લેતો હતો. પોલીસે કરોડો રૂપિયાની કાર કબજે કરી છે. અંદાજે એક લાખ રૂપિયા જેટલી રોકડ અને જુગાર રમવા માટે કોઈન મળી આવ્યા છે. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

છેલ્લા એક મહિનાથી રમાતો હતો જુગાર
આ જુગારનો અડ્ડો ચલાવનાર સ્નેહ ઉર્ફે સેફુ સામે આનંદનગર અને ક્રાઈમ બ્રાન્ચમાં ક્રિકેટ સટ્ટાની અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે અંગેની તપાસ પણ ચાલતી હોવાની વિગતો પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી છે. સિંધુભવન રોડ પર આવેલા અતિ વૈભવી બંગલામાં આ રીતે ચોરી છૂપીને જુગાર છેલ્લા એક મહિનાથી રમાતો હોવાની આશંકા છે અને સામાન્ય રીતે સાંજથી આખી રાત સુધી આ જુગાર રમાતો હતો. આ સમગ્ર મામલે મોટા ગજાના લોકો હાલ પોલીસ કસ્ટડીમાં છે. જેમની ભલામણ માટે પણ અનેક લોકો સક્રિય થયા હોવાની વિગતો જાણવા મળી રહી છે.

પકડાયેલા જુગારીઓ
શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ, રહે. અશ્વવિલા બંગલો સિંધુભવન
નવીન સુરેશ રાઠી, રહે. ઉત્તમ બંગલો વસ્ત્રાપુર
ભીમરાજ ભટ્ટ, રહે. ભાવન પીજી સાઉથ બોપલ
અમિત સુર, રહે. માલાબા કાઉન્ટ્રી ચાંદખેડા
હિરેન મિસ્ત્રી, રહે. શિવનગર સોસાયટી, ચાણક્યપુરી
અશોક પંચારિયા, રહે. વૃંદાવન બંગલો થલતેજ
રવિ ભાયલાણી, રહે. ફ્લોરેન્સ સ્કાય સિટી શેલા
ચિન્મય રાવલ, રહે. ઓર્ચિડ હાર્મની એપલવુડ શેલા
શ્રેણિક શાહ, રહે. સેરીનિટલ લેવિસ કેપિટલ , સાયન્સ સીટી રોડ
મોહિત દેસાઈ, રહે. તીર્થભૂમિ ફ્લેટ એલિસ બ્રિજ
અભિષેક ગાંધી, રહે. સારાંશ ગ્રીન ફ્લેટ ધરણીધર દેરાસર