રાજધાની દિલ્હીમાં થઇ શકે છે મોટો આતંકી હુમલો- જાણો કોણે આપી ધમકી

આતંકી હુમલા(Terrorist attacks)ની સંભાવના વચ્ચે રાજધાની દિલ્હી(Delhi)માં હાઈ સિક્યોરિટી એલર્ટ(High security alert) જારી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ પોલીસને રાજધાનીમાં આતંકી હુમલાના કાવતરાની જાણકારી મળી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન(Tehreek-e-Taliban) તરફથી ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. આ પછી ઉત્તર પ્રદેશ પોલીસ સતર્ક થઈ ગઈ છે.

યુપી પોલીસે ઈમેલની તમામ વિગતો દિલ્હી પોલીસને મોકલી છે. ઇનપુટના આધારે, દિલ્હી પોલીસે મંગળવારે સરોજિની નગર માર્કેટમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે સરોજિની નગરમાં ઘણી ભીડ છે અને અહીં બોમ્બ બ્લાસ્ટની ઘટના પણ બની ચુકી છે.

સરોજિની નગર મીની માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અશોક રંધાવાએ જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર બજાર બંધ રહેશે. તેણે દાવો કર્યો છે કે સુરક્ષાને ટાંકીને દિલ્હી પોલીસે કહ્યું છે કે બજાર થોડા દિવસો માટે બંધ રાખવું જોઈએ.

જો કે, દિલ્હી પોલીસે બજાર બંધ કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેઓ માત્ર સુરક્ષા ખાતર સર્ચ ઓપરેશન ચલાવવા માંગે છે. બજાર બંધ કરવાનો કોઈ વિચાર નથી. સૂત્રોનું કહેવું છે કે દિલ્હી પોલીસ ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *