સુરત મેયરના સરકારી બંગલામાં બાથરૂમમાં લાગ્યા એટલી કિંમતના નળ કે એટલામાં તો 2 BHK ઘર આવી જાય

એક સામાન્ય માણસનું ઘર ખરીદાય જાય એટલી રકમનું મેયર બંગલે માત્ર બાથરૂમના નળ અને ફૂવારા જ આવ્યા છે. જેની કુલ ફિટિંગ કિંમત ૧૦.૯૭ લાખ રૂપિયા છે.જે એક આર ટી આઇ (RTI) દ્વારા ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટીના આર ટી આઈ સેલના પ્રમુખ રજનીકાંત પાંચાલી, અને મીડિયા સેલના પ્રમુખ આર કે શાહ દ્વારા એક માહિતી માંગવામાં આવી હતી તે માહિતીમાં સમગ્ર બાબતનો ખુલાસો થયો છે.

ઉલ્લેખનીય છે કે, મેયર મહેલ એટલે કે મેયરના બંગલામાં લાગેલા ફુવારા તથા વોશબેઝિન તેમજ અન્ય ચીજવસ્તુઓની માહિતી એસએમસી દ્વારા પૂરી પાડવામાં આવી છે. જેમાં એક સાવરની કિંમત ૮૪,૪૩૨ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે.

તેમજ ટોઇલેટ સીટ કે જેની કિંમત ૪૪,૪૯૯ રૂપિયા છે, તેમજ બીજા ફુવારાની કિંમત ૫૯,૧૭૪ રૂપિયા અને, આવા બીજા બે ફુવારા અલગ-અલગ બાથરૂમમાં લગાવવામાં આવ્યા છે, તેમજ બાથરૂમમાં લાગેલા બીજા વોશબેસિનની કુલ કિંમત ૧,૯૬,૨૫૩ રૂપિયા છે. તેમજ બાથરૂમમાં લાગેલ બીજા ફીટીંગ સાથે ટોટલ ફીટીંગ ખર્ચ ૧૦,૯૭,૬૩૧ રૂપિયા છે.

આ તમામ ખર્ચ પણ કામદારને ચૂકવી દેવામાં આવ્યો છે. સામાન્ય જનતા અને એ મતદાર કે જેમણે મત આપીને સત્તા પક્ષને લોકોની સેવા કરવાનો મોકો આપ્યો, પણ સામાન્ય નાગરિકની જાણ બહાર જનતાના ખિસ્સા ખાલી કરીને, મિલકતો સીલ કરી, વ્યાજ વસૂલ કરી, વેરા વસૂલાત માટે તજવીજ હાથ ધરી, મનપાની ખાલી તિજોરી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેરના મહેલ માં થયેલ ખર્ચ બાબતે તંત્રની આંખ પહોળી થઈ ગઈ છે.

વૈભવી જીવન સાથે સુરતના પ્રથમ નાગરિક સેવા કરવાને બદલે આલીશાન બંગલામાં રહેતા હોય જેથી કરી મેયરના બંગલા બાબતે સોશિયલ મીડિયામાં આ બાબત ઘણી વાઇરલ થવા પામી છે. અને લોકો ખુબ ગુસ્સે થઇ રહ્યા છે, અને હાલ લોકો મેયરને આડે હાથે લઇ રહ્યા છે.

વધારે માહિતી આપતા આમ આદમી પાર્ટીના પ્રમુખ આર.કે સાનેપરા જણાવી રહ્યા છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિના શિક્ષકોને ગ્રાન્ટના અભાવે માર્ચ મહિનાનો પગાર ચૂકવાયો. પરંતુ શાસકો દ્વારા પોતાની વૈભવી જીવનશૈલીમાં કોઈ ફેરફાર નહીં કરીને સાબિત કરી દીધું છે કે શાસકોને જનતાની કોઈ પડી નથી.

સુરત શહેરના પ્રથમ નાગરિક કહી શકાય એવા મેયરનો બંગલો સુરતના ઉધના મગદલ્લા રોડ પર ૮ થી ૯ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા લગાડવામાં આવેલ ચીજ વસ્તુઓની કિંમત બજાર કિંમત કરતા ત્રણ થી ચાર ગણી વધારે ચૂકવી હોવાનું એક આરટીઆઇમાં ખુલ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *