રસ્તા પર કિન્નરો મચાવી ધમાચકડી, પોલીસને પણ ન ગાંઠ્યા જુઓ તસ્વીરો

દિલ્લીથી સટે હરિયાણાના ગુરુગ્રામમાં સિગ્નેચર ટાવર પાસે કિન્નરોના હાઈ વોલ્ટેજ ડ્રામાએ પોલીસ અને લોકો માટે મુશ્કેલી વધારી હતી. પોશ વિસ્તાર તરીકે ઓળખાતા આ સિગ્નેચર ટાવરની પાસે કેટલાક કિન્નરોએ એક બસ ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો અને મારપીટ શરૂ કરી દીધી હતી.

જ્યારે પોલીસને જાણ થતાં તે ત્યાં પહોંચી તો કિન્નરોએ પણ ફોન કરીને તેના સાથીઓને બોલાવ્યા અને અર્ધનગ્ન થઈને ત્યાં બબાલ કરવા લાગ્યા. પોલીસે તેમને રોકવાની કોશિશ કરી તો તેમની સાથે પણ ઝઘડવા લાગ્યા અને ગાળો ભાંડવા માંડ્યા હતા.

કિન્નરોનો ગુસ્સો તો પણ શાંત ન થયો તો કપડાં ઉતારીને પોલીસ બુથની સામે પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું જેથી ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીના સમજાવ્યા બાદ કિન્નર માન્યા અને પછી પરિસ્થિતિ કાબુમાં આવી હતી. રિપોર્ટ મુજબ ગુરુગ્રામના કેટલાક વિસ્તારમાં નકલી કિન્નરોનો આતંક વધી રહ્યો છે. સાંજ પડતાં જ તે લોકો સક્રિય બને છે.

અને હંમેશાં એકલા જતાં વ્યક્તિને શિકાર બનાવે છે. સુમસાન વિસ્તારમાં બે-ત્રણ નકલી કિન્નર મળીને અશ્લીલ હરકતો કરવાનું શરૂ કરી દે છે. તેના પછી પૈસા અને ઘરેણાં લઈને ફરાર થઈ જાય છે. આ વાત પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે તે માટે છેડછાડની ફરિયાદ કરવાની ધમકી આપે છે આ કારણે નકલી કિન્નરોની ફરિયાદ પોલીસ સુધી પહોંચતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *