દેશની સૌથી મોટી બેંકે પોતાના ગ્રાહકોને આપ્યો તગડો ઝટકો- જાણો વિગતે

Lockdown વચ્ચે બેન્કોએ કરજ લેવાનો રસ્તો સહેલો કરી દીધો છે પરંતુ તેની સાથે જ નફા ઉપર પણ કાતર ફેરવી છે. આ નુકસાન એવા ગ્રાહકોને સૌથી…

Lockdown વચ્ચે બેન્કોએ કરજ લેવાનો રસ્તો સહેલો કરી દીધો છે પરંતુ તેની સાથે જ નફા ઉપર પણ કાતર ફેરવી છે. આ નુકસાન એવા ગ્રાહકોને સૌથી વધારે થયું છે જે પોતાની બચતને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી દે છે. આવા ગ્રાહકોનો નફો ઓછો થઈ ગયો છે.

જો દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ ની વાત કરીએ તો ફક્ત lockdown માં ફિક્સ ડિપોઝીટ વ્યાજ દરમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો છે.

તેમજ કુલ બે મહિનામાં બીજી વખત આવું છે જ્યારે ફિક્સ ડિપોઝીટ ના વ્યાજદર ઓછા થઈ ગયા છે. અહીંયા જણાવી દઈએ કે દેશમાં પારંપારિક, સુરક્ષિત અને નિશ્ચિત વ્યાજ આવક માટે મોટા પ્રમાણમાં એફડીમાં રોકાણ કરવામાં આવે છે.

અત્યારે કેટલો ઘટાડો થયો

SBI એ ત્રણ વર્ષની સમયમર્યાદા સુધીની એફડી પર વ્યાજદરો 0.20 ટકા ઘટાડી દીધા છે.બેંક તરફથી નક્કી કરવામાં આવેલા નવા દર 12 મે ના રોજ લાગુ થશે.

આના પહેલા ૨૮ માર્ચના રોજ એફડીમાં કાતર મૂકવામાં આવી હતી.ત્યારે એસબીઆઇએ બે કરોડ રૂપિયાથી ઓછી રીટેઈલ એફડી પર વ્યાજ દરમાં પોઈન્ટ પચાસ ટકા સુધીનો ઘટાડો કરવાનું એલાન કર્યું હતું.

અત્યારે શું છે વ્યાજ દર

sbi ની વેબસાઇટ અનુસાર હાલમાં બે કરોડ રૂપિયાથી ઓછી retail ડોમેસ્ટિક ડિપોઝિટમાં 7 થી 45 દિવસની જમા રકમ પર વ્યાજ દર 3.5 ટકા છે.આજ રીતે 46થી 179 દિવસની જમા રકમ પર વ્યાજ દર 4.5 ટકા છે તો 180 દિવસ થી 210 દિવસની સમયમર્યાદા એફડી પર વ્યાજદરો પાંચ ટકા છે.

211 દિવસથી એક વર્ષની ઓછી અવધિ વાળી એફડી પર હાલ નો રેટ પાંચ ટકા જ્યારે એક વર્ષથી લઈને 10 વર્ષની સમય મર્યાદા સુધી તમને ૫.૭ ટકા વ્યાજદર મળશે.

જણાવી દઈએ કે બેંકે સિનિયર સિટીઝન માટે એસબીઆઇ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે.આ નવા પ્રોડક્ટમાં સિનિયર સિટીઝનને ૫ વર્ષ અથવા તેનાથી વધારે સમય મર્યાદા માટે રિટેલ ટર્મ ડિપોઝિટ પર 30 પોઇન્ટ નું અતિરિક્ત વધારાનું પ્રીમિયમ મળશે. આ સ્કીમની ડેડલાઇન 30 સપ્ટેમ્બર 2020 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *