ઘણાં લોકોને ઉનાળામાં વધુ પડતી ગરમીનો અનુભવ થતો હોય છે. પરંતુ આજનાં સમયમાં પંખા તેમજ AC જેવાં ઉપકરણો આવી જવાથી ગરમીનો તો મહ્દઅંશે જ અનુભવ થાય છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. જેને જાણીને આપ ચોકી જશો.
અમેરિકામાં આવેલ્લ કેલિફોર્નિયા સ્થિત આવેલી એક ઘાટીએ રવિવારે તાપમાનનાં બધાં જ જૂનાં રેકોર્ડ તોડી નાંખ્યા છે. ડેથ વેલી નેશનલ પાર્કમાં તાપમાન કુલ 130 ફેરનહેટ એટલે કે કુલ 54.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેને અત્યાર સુધીનું રેકોર્ડ સૌથી વધારે તાપમાન ગણવામાં આવે છે.
આની પહેલાં પણ સૌથી વધારે તાપમાન નોંધાયું હતું પણ એની સત્યતા શંકાનાં ઘેરામાં જ રહી છે. ભયંકર લૂ ને કારણે ઝઝૂમી રહેલ કેલિફોર્નિયાનો આ વિસ્તાર ‘મોતની ઘાટી’ તરીકે પણ બદનામ થયેલો છે. અહીં ચાલવા પર પણ એવું લાગે કે જાણે તમે માઇક્રોવેવનાં ઓવનમાં ચાલી રહ્યા છો.
લોકોને સવારનાં 10 વાગ્યા પછી આ વિસ્તારમાં ન ચાલવા માટેની સલાહ પણ આપવામાં અએ છે. રવિવારે ઘાટીમાં ફેરનેસ ક્રીકમાં કુલ 54.4 ડિગ્રી ટેમ્પ્રેચર નોંધાયું છે. આની પહેલાં પણ વર્ષ 2013 માં કુલ 54 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું.
ડેથ વેલી એટલું બધું ગરમ થવા માટેનાં ઘણા કારણો રહેલાં છે. પ્રથમ તો અહીં વરસાદ પણ ખુબ ઓછો પડે છે. શિયાળો બરાબર નથી હોતો. પ્રશાંત મહાસાગરમાંથી ઉઠતો પવન જ્યાં સુધીમાં અહીં પહોંચે છે એનાં બધાં જ ભેજને શોષી પણ લીધો હોય છે.
તેથી અહીં ફક્ત ગરમ હવાઓ જ આવે છે. ઘાટીની જમીન એવી છે, કે જે સૂર્યની રોશનીમાં ધગધગતી હોય છે. દરિયાઇની સપાટીથી વધારે નીચે જવાં પર કમ્પ્રેસ થઇને ગરમ પણ થઇ જાય છે તેમજ આ ઘાટી સારી એવી નીચે છે એ પણ ગરમીની માટે અગત્યનું ફેકટર રહેલું છે.
અહીં જમીન પર પણ તાપમાન ખુબ વધુ રહે છે. 15 જુલાઇ વર્ષ 1972 નાં રોજ અહીંની જમીનનું તાપમાન કુલ 89 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું એટલે કે પાણી ઉકાળવાંનાં તાપમાનથી કુલ માત્ર 11 ડિગ્રી જ ઓછું હતું. વર્ષ 1913મા અહીંનું તાપમાન કુલ 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું પણ એને નિષ્ણાતો વિશ્વાસપાત્ર માનતાં નથી.
કુલ 8 વર્ષ પહેલાં સુધી લીબિયાની અલ અજીજિયાનું નામ કુલ 90 વર્ષ સુધી સૌથી વધારે તાપમાનવાળી જગ્યાનો રેકોર્ડ હતો. ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ નાં મત અનુસાર અહીં કુલ 58 ડિગ્રી તાપમાનનો દાવો કર્યો હતો. જો, કે વર્ષ 2012 માં ‘વર્લ્ડ મીટરોલોજિકલ ઑગ્રેનાઇઝેશન’ દ્વારા આ દાવાને ખોટો ગણાવવામાં આવ્યો હતો. ત્યારપછી ડેથ વેલી એ વિશ્વની સૌથી વધુ ગરમ જગ્યા બની ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews