હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ઝંડુતા વિસ્તારમાં એક 8 મહિનાની ગર્ભવતી ગાયને વિસ્ફોટક વસ્તુ ખાવામાં આપી જડબું ઉડાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્વીટર પર પોસ્ટ થયેલા વિડીયોમાં આરોપ લગાવાયો છે કે ગાયના માલિકના પાડોશીએ એક ગર્ભવતી ગાયને વિસ્ફોટક બોમ્બ ખવડાવી દીધો. તેને કારણે ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
*Warning Graphic Content*
A 8 month pregnant cow’s mouth blew off when it chewed on the explosive while grazing in the neighbourhood field. Owner Gurdial Singh accused his neighbour Nandlal for feeding country made bomb to cow. Unlike, Kerala Incident, there is no outrage in this pic.twitter.com/sHIJ4sZXPC— Mohammed Zubair (@zoo_bear) June 5, 2020
ગાય ને થયેલી ઇજાઓ દર્શાવતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ગાયના માલિક ગુરદિયાલસિંહે ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી અધિકારીઓની મદદ માંગી હતી.
ગુરદિયાલસિંહે તેમના પાડોશી નંદલાલને ગાયને ઈજા પહોંચાડવાના હેતુસર દોષી ઠેરવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ ઘટના બાદ નંદલાલ ભાગી ગયો છે. ગુરદિયાલસિંહે અપલોડ કરેલા વીડિયોમાં, સગર્ભા ગાયને જડબાના ભાગમાંથી મોટા પ્રમાણમાં લોહી વહેતું જોઇ શકાય છે અને તે આગામી કેટલાક દિવસો સુધી ખાઈ શકશે તેવી સંભાવના નથી.
આ ઘટના 10 દિવસ પહેલા બની હતી, ત્યારે આ વિસ્તારની પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ કેસમાં તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેરલમા એક ગર્ભવતી હાથણીને પાઈનેપલમાં ફટાકડા ભરી ખવડાવવામાં આવ્યું હતું. જેને કારણે હાથીનું મોઢું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. માદા હાથીના મોત પછી ભારતભરમાં લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારે આવી એક વધુ ઘટના સામે આવતા દેશમાં ફરીવાર પશુપ્રેમીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news