અહિયાં સર્જાયો ભયંકર અકસ્માત- મુસાફરોથી ભરેલી બસ પર ધસી પડ્યો પહાડ, એકસાથે 40 થી વધુ લોકો….

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આજે એટલે કે બુધવારે બપોરે મોટો અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ કાટમાળમાં દટાઈ ગઈ છે. બસ સાથે બે કાર પણ કાટમાળ નીચે દટાયેલી હતી. આ અકસ્માત કિન્નૌર જિલ્લાના ચૌરામાં હાજર નેશનલ હાઈવે પર થયો, જ્યાં પર્વત પરથી ખડકો પડતા બસ કાટમાળ નીચે દટાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કાટમાળ નીચે 40 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.

વહીવટીતંત્ર દ્વારા હવે ભારતીય સેના અને NDRF ની મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર જે બસ અટવાઇ છે તે હિમાચલ રોડવેઝની છે. જેમાં 40 થી વધુ મુસાફરો છે. આ બસ કિન્નૌરથી શિમલા જઈ રહી હતી. હજુ પણ કેટલાક પથ્થરો પર્વત પરથી પડી રહ્યા છે, જેના કારણે બચાવ કામગીરીમાં થોડી સમસ્યા છે. બસના કાટમાળમાં રહેલા ડ્રાઈવર અને કંડક્ટરને પણ ઈજા થઈ છે. અત્યારે ફોન દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઘટના સ્થળેથી જે તસવીરો બહાર આવી રહી છે તે તદ્દન ખતરનાક છે. મળતી માહિતી મુજબ, પર્વત પરથી કેટલોક કાટમાળ નીચે પડ્યો હતો, ત્યારબાદ ત્યાંથી પસાર થતા વાહનો તેને ટક્કર મારતા હતા. કાટમાળ વચ્ચે પેસેન્જર બસ અને કેટલાક અન્ય વાહનો આવ્યા છે.

ઘટનાસ્થળેથી બહાર આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ રસ્તો બરાબર પહાડની બાજુમાં છે. પહાડ પરથી પડતો કાટમાળ સીધો જ રોડ પર પડે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જ્યાં માટી, પહાડો પરથી પડતા પથ્થરોના કારણે અનેક અકસ્માતો થયા છે. ડુંગરાળ વિસ્તારોમાં સતત વરસાદના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે, જ્યારે નદીઓમાં પણ ઉથલપાથલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *