કાન્સ 2022ના ચોથા દિવસે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની અક્ષરાએ મચાવી ધૂમ, ગોલ્ડન બોડીકોન ડ્રેસમાં જીત્યા યુવાનોના દિલ

ટીવીના ફેમસ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી હિના ખાને(Hina Khan) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ(Cannes Film Festival)ના ચોથા દિવસે પણ ધમાકો કર્યો હતો.

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર હિના ખાને કાન્સમાં ચોથા દિવસે ગોલ્ડન કલરના બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ ગોલ્ડન કલરનો ડ્રેસ પહેરીને હિના ખાને પરફેક્ટ કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. જે જોઇને ચાહકોએ તેના જોરદાર વખાણ કર્યા હતા.

હિના ખાન એવા ગોલ્ડન કલરના આઉટફિટમાં ચમકી રહી છે કે તેની સામે બધું ફિક્કું લાગે છે. હિના ખાનની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ‘લોક અપ’ સ્પર્ધક સાઈશા શિંદેએ કોમેન્ટ કરી અને લખ્યું ‘ઉફ્ફ’.

સોફી ચૌધરીએ હિના ખાનની ખૂબસૂરત તસવીરો પર ‘કિલિંગ ઇટ’ લખ્યું હતું, જ્યારે શેખર સુમનના પુત્ર એક્ટર અધ્યાયન સુમનને પણ પ્રેમ આવી ગયો.

ચાહકો હિના ખાનના મનમોહક અદાઓના વખાણ કરી રહ્યા છે અને કહે છે કે ‘મેડમ કેન્સ ફક્ત તમારા માટે છે’.

હિના ખાન બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે અને તેની જોરદાર હાજરીથી બીજી ઘણી અભિનેત્રીઓની ચમક ફીકી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *