Hing Water: હિંગના સેવનથી પેટને લગતી મોટાંભાગની સમસ્યાઓ દૂર કરી શકાય છે. કારણ કે, તે અપચો, પેટમાં દુઃખાવો, ગેસ અને એસિડિટીમાં રામબાણ દવાની (Hing Water) માફક કામ કરે છે. તમે હિંગનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જાણતા હોવ તો તે મેદસ્વિતામાં પણ ઉપયોગી થઇ શકે છે.
ઝડપથી ઓગાળશે પેટની ચરબી
પેટની ચરબીના કારણે તેની આસપાસ ટાયર તરીકે ફૅટ જમા થવા લાગે છે અને મેદસ્વિતાની પરેશાની શરૂ થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, હિંગના ઉપયોગથી શારિરીક વજન, પેટની ચરબી અને કમરની સાઇઝ પાતળી કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે અન્ય બીમારીઓમાં પણ રાહત આપે છે.
મેટાબોલિક રેટ્સમાં સુધારો
ભોજન બાદ તમને કેટલું પોષણ મળશે અને તેમાંથી કેટલી ચરબી બનશે, તે મેટાબોલિઝ્મ પર નિર્ભર કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, હિંગનું પાણી મેટાબોલિક રેટમાં વધારો કરે છે અને ચરબીને ઓછી જમા થવા દે છે ઉપરાંત એનર્જી લેવલ વધારે છે.
બ્લડશુગર કંટ્રોલ કરશે
હિંગમાં એન્ટી ડાયાબિટીક ગુણો રહેલા છે, જો તમારું શુગર લેવલ હાઇ રહેતું હોય તો સવારે ખાલી પેટે આ મસાલાનું પાણી પીવાની આદત રાખો. ઉપરાંત હિંગ સૌથી વધુ પાચન અને પેટના સ્વાસ્થ્ય માટે ઉત્તમ વિકલ્પ છે. પાચનમાં ભારે ભોજનમાં હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ગેસ, અપચો, આફરો, છાતીમાં બળતરાં જેવી પરેશાની ના થાય.
સોજા દૂર કરવામાં સહાયક
કેટલાંક હોર્મોન અને બીમારીના કારણે શરીરમાં સોજા વધી જાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, આ પ્રકારની બીમારીઓના શરીર ફૂલાવા લાગે છે અને ચહેરા-પગની નસોમાં દુઃખાવો થવા લાગે છે. હિંગમાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી થાય છે જે અંદરના સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
છોકરીઓ માટે હિંગનું પાણી શ્રેષ્ટ
પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી તમને રાહત અપાવવાનું કામ હિંગનું પાણી કરે છે. છોકરીઓ માટે હિંગનું પાણી અનેક રીતે દવાનું કામ કરે છે. તમે જ્યારે પિરીયડ્સમાં થાવો ત્યારે દુખાવો બહુ થાય છે તો હિંગનું પાણી પીઓ. આ પાણી પીવાથી દુખાવામાંથી રાહત થઇ જશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App