વાત નવા ભારતની… 2023 માં રચ્યો ઈતિહાસ- ઓસ્કારમાં પ્રથમ વખત જીત્યા બે એવોર્ડ 

India will win two Oscars in 2023: વૈશ્વિક સ્તરે ભારત માટે ૨૦૨૩નું વર્ષ ખુબ જ સફળ સાબિત થયું છે. વૈશ્વિક સ્તર પર ભારતને ઘણી બધી…

India will win two Oscars in 2023: વૈશ્વિક સ્તરે ભારત માટે ૨૦૨૩નું વર્ષ ખુબ જ સફળ સાબિત થયું છે. વૈશ્વિક સ્તર પર ભારતને ઘણી બધી ઉપલબ્ધિઓ હાંસલ થઇ છે. જેમ જેમ ૨૦૨૩નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે(India will win two Oscars in 2023) તેમ તેમ ભારત સફળતાની નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. ત્યારે આજના લેખમાં આપણે ચાલુ વર્ષ ૨૦૨૩માં(Look back 2023) ભારતને મળેલી અનોખી અને ઐતિહાસિક સફળતાઓ વિષે વાત કરશું…

વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગનો સૌથી મોટો એવોર્ડ, 95મો એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ 2023, લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વર્ષે ઓસ્કાર એવોર્ડથી ભારત માટે બે મોટા સારા સમાચાર સામે આવ્યા હતા. S.S. રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ-નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ભારતની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ એ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જીત્યો છે.

નાટુ-નાટુને અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ખિતાબ મળ્યો હતો. આરઆરઆરનું નાટુ-નાટુ ગીત લખનાર ચંદ્રબોઝ અને સંગીતકાર એમએમ કીરાવાણીએ ઓસ્કાર સમારોહમાં ટ્રોફી લીધી હતી. આ દરમિયાન ફિલ્મના નિર્દેશક રાજામૌલી પાછળ બેઠા હતા. RRR નો તેલુગુ અર્થ છે રૌદ્રમ રણમ રૂધિરામ અને હિન્દી અર્થ છે રાઇઝ રોર રિવોલ્ટ.

એન્જલસમાં યોજાયો હતો ઓસ્કાર સમારોહ

બીજો ઓસ્કાર એવોર્ડ દિગ્દર્શક કાર્તિકી ગોન્સાલ્વિસ અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સના નિર્માતા ગુનીત મોંગા, જે શ્રેષ્ઠ ટૂંકી દસ્તાવેજી તરીકે પસંદ કરવામાં આવી હતી. અમેરિકાના લોસ એન્જલસમાં ઓસ્કાર સમારોહ યોજાયો હતો. ભારત માટે આ એક ખુશીની વાત છે કે ઓસ્કારમાં ભારતને બે એવોર્ડ મળ્યા છે. આ ખુશી ફક્ત RRR ફિલ્મની ટીમ જ નહિ સમગ્ર દેશ ઉજવી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ઓસ્કાર 2023 માટે ભારતમાંથી ત્રણ ફિલ્મોએ નોમીનેટ થઇ હતી. આમાંથી પ્રથમ આરઆરઆર, બીજી ધ એલિફન્ટ વ્હીસ્પર્સ અને ત્રીજી ઓલ ધેટ બ્રેથ્સ હતી. ઓલ ધેટ બ્રેથને સફળતા મળી ન હતી, જ્યારે આરઆરઆર અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સેએ ઓસ્કાર 2023માં સિલેક્ટ થઇ હતી.

ભારતને પ્રથમ ઓસ્કાર ક્યારે મળ્યો?

હવે અમે તમને જણાવીએ કે, ભારતના નામે પહેલો ઓસ્કાર એવોર્ડ ક્યારે નોંધાયો હતો. ભારતને વર્ષ 1983માં પહેલો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ 1983માં રિલીઝ થયેલી ફિલ્મ ગાંધી માટે મળ્યો હતો. આ ફિલ્મમાં ભાનુ અથૈયાએ જ્હોન મોલો સાથે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યો હતો, જેના માટે તેમને આ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ જીત્યા બાદ ભાનુ અથૈયાએ કહ્યું હતું કે તે સમયે ઘણા લોકોએ અમારી જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ગાંધી ફિલ્મનો વ્યાપ એટલો મોટો છે કે કોઈ તેની સાથે સ્પર્ધા કરવાનું વિચારી પણ ન શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *