લગ્નના બંધનમાં બંધાયા આપણા લાડીલા ખજુરભાઈ, જુઓ ફોટા અને વિડીયો

Khajurbhai Marriage with Meenakshi Dave: ગુજરાતના સૌથી લોકપ્રિય વ્યક્તિનું નામ પૂછે એટલે દરેકના મોઢા પર એક જ નામ આવે… ગુજરાતના સોનુ સુદ એટલે કે ‘ખજુરભાઈ…

Khajurbhai Marriage with Meenakshi Dave: ગુજરાતના સૌથી લોકપ્રિય વ્યક્તિનું નામ પૂછે એટલે દરેકના મોઢા પર એક જ નામ આવે… ગુજરાતના સોનુ સુદ એટલે કે ‘ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની’. ખજુરભાઈએ તેના સેવાના કામથી તમામ ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે. લોકો ખજુરભાઈને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી તે તેમના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં હતા અને તેનું કારણ એ હતુ કે, તેમણે થોડા સમય પહેલા જ મીનાક્ષી દવે નામની યુવતિ સાથે સગાઇ કરી હતી. ત્યારે આજરોજ સાત ફેર ફરીને લગ્ન Khajurbhai Marriage) તાંતણે બંધાઈ ચુક્યા છે.

મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા ખજુરભાઈ

આજરોજ નીતિન જાની એટલે કે, ખજુરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ચુક્યા છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટા અને વીડિયો પણ ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે, જે તસવીરો અને વિડીયો સામે આવ્યા છે, તેમાં જોવા મળી રહ્યુ છે કે, મીનાક્ષી દવે રેડ લહેંગામાં એન્ટ્રી કરી રહી છે. જે ખુબ જ ખૂબસુરત લાગી રહી છે અને નીતિન જાની પણ સફેદ શેરવાણીમાં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે.

ધામધૂમથી નહિ પણ સાદગીપૂર્વક કર્યા લગ્ન

તમને જણાવી દઈએ કે, નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે. મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતું. પહેલા તો મીનાક્ષી દવે સામાન્ય લોકોની જેમ જ નીતિન જાનીની એક ફેન હતી અને તે અને તેમના પરિવારના સભ્યો પણ તેમના વીડિયો જોતા હતા.

ખજુરભાઈને જયારે મીનાક્ષી દવેના ગામમાં એક માજીનું ઘર બનાવવા ગયા હતા તે દમ્યાન મીનાક્ષી દવેએ પહેલીવાર જોયા હતા. ત્યારે તેમને સામાન્ય ચાહકોની જેમ જ નીતિન જાની સાથે ફોટો પણ પડાવ્યો હતો. ત્યારે તેમણે વિચાર્યું પણ ન હતું કે, તે એક દિવસ નીતિન જાનીના ઘરમાં પોતે લગ્ન બાદ વહુ બનીને જશે.

8 નવેમ્બરે થઈ હતી સગાઇ 

અત્રે ઉલેખનીય છે કે, ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે 8 નવેમ્બરના રોજ સગાઇ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં પણ બંધાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, નીતિન જાની આખા ગુજરાતમાં લોકપ્રિય છે, તેમણે ઘણા લોકોને રહેવા માટે પાક્કા મકાન બનાવી આપ્યા છે.

સૌરાષ્ટ્રનાં વતની છે મીનાક્ષી દવે 

નીતિનભાઈનાં પત્ની મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો (નીલમ, કોમલ તથા દેવાંગી) છે અને ભાઈ હરકિશન છે. મીનાક્ષી દવેની બે મોટી બહેનોનાં લગ્ન થઈ ગયાં છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ છે. તેમનો ભાઈ બી.કોમ,ના ત્રીજા વર્ષમાં ભણે છે.

ગુજરાતમાં તેમણે 200 ઘર બનાવ્યા હતા અને લોકોને આશરો આપ્યો, ત્યારે 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે તેઓ આ કામમાં જે પણ સહભાગી બન્યા હતા, તેમને લઈને 5 દિવસના દુબઇના પ્રવાસે પણ ગયા હતા. જ્યાંથી તેમણે તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. ખજુરભાઈના સેવાકીય કાર્ય જોઈને આજે આખું ગુજરાત તેમને વંદન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *