8 માર્ચનો દિવસ દેશ અને દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે ? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી ? તો ચાલો, આ દરેક સવાલોના જવાબ આપણે મેળવીએ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિશ્વની દરેક મહિલા પોતાના દેશ, ક્ષેત્ર, જાત-પાત, સાંસ્કૃતિક, ભેદભાવ, ભાષા અને રાજકીયની સીમાઓને દુર કરીને સાથે મળીને આ દિવસને ઉત્સાહથી મનાવે છે. દેશમાં મહિલાના સમ્માન, પ્રશંસા અને તેમના પ્રતિ પ્રેમ વ્યક્ત કરવા માટે મહિલા દિવસ અને આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ જેવા દિવસોની ઉજવણી પર કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીના પ્રેમ, સ્નેહ અને માતૃત્વની મમતાની સાથે જ શક્તિ સંપન્ન સ્ત્રીની મૂર્તિ સામે આવે છે. 21મી સદીની મહિલાઓએ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી લીધી છે અને મોટાભાગે પોતાના અધિકારો માટે લડવાનું પણ શીખી લીધું છે. વર્તમાન સમયમાં તો તે પુરૂષો જોડે ખભેથી ખભો મેળવીને તમામ ક્ષેત્રમાં કામ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો ઈતિહાસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાની શરૂઆત ઈ.સ. 1900માં થઈ હતી. આના માટે ન્યૂયોર્કમાં બનેલ એક ઘટના જવાબદાર હતી. ન્યૂયોર્ક સીટીમાં 25 માર્ચ 1908ના રોજ થયેલ ભીષણ અગ્નિકાંડમાં 140થી વધુ કામકાજી સ્ત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. જેમા મોટાભાગની ઈતાવલી અને યહૂદી સ્ત્રીઓ હતી. ત્યાર પછી, 1908માં ન્યૂયોર્કની એક કાપડની મિલમાં કામ કરતી 15,000 મહિલાઓએ કામના કલાક ઘટાડવા માટે, વધારે વેતન આપવા અને તેમને પણ પુરૂષોની જેમ મતનો અધિકાર મળે વગેરે માંગ સાથે એક રેલી કાઢી હતી અને એ કદાચ સૌ પ્રથમ મહિલાઓની રેલી હોવી જોઈએ જ્યારે આટલી વિશાળ સંખ્યામાં એકત્ર થઈ પોતાના અધિકારની માંગણી કરી હોય. એ અધિકારની લડાઈની અસર એવી થઈ કે અમેરીકાની રાજકીય પાર્ટીઓ પણ આ લડાઈમાં જોડાવા લાગી. જ્યારે પહેલીવાર અમેરિકામાં સોશલિસ્ટ પાર્ટીએ 28 ફેબ્રુઆરી 1909ના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનુ એલાન કર્યુ.
વર્ષ 1909માં ડેનમાર્કના કોપનહેગનમાં કામ કરતી મહિલાઓની આંતરરાષ્ટ્રીય મિટિંગ થઈ જેમાં મહિલાઓના અધિકાર માટેની લડાઈને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેના માટે 19મી માર્ચની તારીખ પસંદ કરાઈ જેની શરૂઆત 1911થી જ કરી દેવામાં આવી હતી. 1913-1914માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન રશિયન મહિલાઓ દ્વારા પહેલીવાર શાંતિની સ્થાપના માટે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા રવિવારે મહિલા દિન ઉજવવામાં આવ્યો હતો. યુરોપમાં પણ યુદ્ધ વિરુદ્ધ પ્રદર્શન થયું.
1917 સુધી વિશ્વ યુદ્ધમાં રશિયાના 2 લાખથી વધારે સૈનિકો મુત્યુ પામ્યા હતા, રશિયન મહિલાઓએ ફરી રોટી અને શાંતિ માટે આ દિવસે હડતાલ પાડી પરંતુ રાજનેતાઓ આની વિરુદ્ધ હતા, તેઓ આ આંદોલન સામે ન ઝૂક્યા અને મહિલાઓનું કંઈ ન સાંભળ્યું, જેને કારણે મહિલાઓએ આંદોલન ચાલું રાખ્યું અને એના ફળ સ્વરૂપે ઝારે પોતાની ગાદી છોડવી પડી અને સરકારે વોટ આપવાના અધિકારની જાહેરાત કરવી પડી. મહિલાઓએ પોતાની લડતને વધુ અસરકારક સ્વરૂપ આપવા માટે ઓસ્ટ્રીયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિત્ઝરલેન્ડમાં લાખો મહિલાઓએ રેલીઓ કાઢી. પણ સમય જતાં 1931માં 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે નક્કી કરવામાં આવ્યો ત્યારથી પ્રત્યેક વર્ષ 8મી માર્ચના દિવસે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.