માટેલમાં બિરાજમાન ખોડિયાર માતાના મંદિરનો રસપ્રદ ઇતિહાસ- 99% લોકો નહિ જાણતા હોય

Khodiyar Mata mandir in Mattel: મોટાભાગના લોકોએ ગુજરાતનાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામનું ખોડિયાર માતાજીનું મંદિર અંદાજે 1200 વર્ષ જૂનું છે. આની સાથે જ આ મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે.(Khodiyar Mata mandir in Mattel) ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય 3 મંદિરો આવેલા છે.

ખોડિયારમાંનું માટેલ મંદિર ગુજરાતના રાજકોટ જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામમાં છે. વાકાનેર તાલુકાથી અંદાજે 17 કિમી દૂર આવેલું છે. અહીં જે જૂનું સ્મારક છે ત્યાં 4 મૂર્તિઓ છે તે મૂર્તિ આવર્ત, ખોડલ અજુબાઈ તથા બીજબાઈની છે.

જેમાં ખોડીયાર માતાની મૂર્તિ ઉપર સોના-ચાંદીના ઝુમ્મર લટકી રહ્યા છે તેમજ માતાજીની મૂર્તિ ઉપર ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદિરની બાજુમાં જ એક નવું મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં ખોડીયાર માતાની આરસથી બનાવવામાં આવેલ મૂર્તિ રાખવામાં આવી છે.

વરખડીના ઝાડ નીચે આવેલ માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે 1 ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા રહેલી છે. આની ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન કર્યા પછી અહીંનું પાણી માથે ચડાવવાનું પણ ભૂલતા નથી.

આ ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વિના જ પીવાની પ્રથા રહેલી છે. લોકવાયકા પ્રમાણે ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલ છે. અહીં એક વરખડીનું વૃક્ષ આવેલ છે તેની નીચે ખોડીયાર માતાની બહેન જોગડ તોગડ ઊભેલી છે. આ મંદિરની સામે એક ઊંડો ધરો આવેલ છે.

જેને માટેલ ધરા તરીકે ઓળખવામાં આવે છે. આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલમાં પણ આ ધરાનું પાણી ગાળ્યા વિના પીવાની પ્રથા રહેલી છે. આ ધરાની આગળ થોડો નાનો ધરો આવેલ છે કે, જેને ભાણેજીયો ધરો તરીકે ઓળખવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, આ ધરામાં ખોડીયાર માતાનુ જુનુ મંદિર આવેલ છે. જેને જોવા માટે બાદશાહ 999 કોષ પાણીમાં નાખ્યા હતા. કોસ એટલે કે પાણી વેચવાનો સાધન. જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ પર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે.

આની બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો તથા ચૂંદડી અર્પણ કરે છે. અહીં ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. કેટલાક લોકો દૂર-દૂરથી પગપાળા પણ આવે છે. અહી માતાજીને લાપસીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે તેમજ અહીં અન્નક્ષેત્ર પણ કાર્યરત છે.

તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા તથા તેમનાં માતાનું નામ દેવળબા અથવા તો મીણબાઈ હતું તેવું કહેવામાં આવી રહ્યું છે તથા તેઓ કુલ 7 બહેન તથા એક ભાઈ હતાં. જેની આપણને જાણ હશે તથા જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) તથા ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં તેવું કહેવામા આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *