PP સવાણી પરિવારનું દરિયા દિલ… સુરતમાં ‘માવતર’ લગ્નોત્સવમાં 75 પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં

Marriage of 75 daughters in ‘Mavatar’ marriage festival: વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની…

Marriage of 75 daughters in ‘Mavatar’ marriage festival: વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને ‘દીકરી જગત જનની’ 2012થી શરૂ થયેલી આ પવિત્ર પરિણય યાત્રામાં હવે ‘માવતર'(Mawtar) જોડાશે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી કેમ કે બધા જ જાણે છે આ બધા શિર્ષક પી.પી સવાણી(P.P Savani) દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે. અને એ રીતે પીપી સવાણીના મહેશભાઈ સવાણી(Mahesh Savani) અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે.(Marriage of 75 daughters in ‘Mavatar’ marriage festival) પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.

પીપી સવાણી ગ્રુપ દ્વારા આજે ‘માવતર’ના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો.(Marriage of 75 daughters in ‘Mavatar’ marriage festival) આ પ્રસંગે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાંસદ સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે.(Marriage of 75 daughters in ‘Mavatar’ marriage festival) સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે.

સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે.(Marriage of 75 daughters in ‘Mavatar’ marriage festival) એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ.બિટ્ટાએ જણાવ્યું હતું કે, જે બાળકનો કોઈ સહારો ન હોય એ બાળક, એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઉભું રહ્યું છે. દીકરીને વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું પરંતુ એ પછીની તમામ જવાબદારી પણ નિભાવે છે.

મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે છે અને અમે એ જ નિભાવીએ છીએ. મારી હયાતીમાં અને મારા પછી પણ આ દીકરીઓની ચિંતા સવાણી પરિવાર કરશે. સમાજના વિવિધ વર્ગ અને જ્ઞાતિની નિરાધાર દીકરીઓના આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય કર્યું છે.

25,000 લોકોએ અંગદાનના શપથ લીધા
જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સુરતમાં છેલ્લા બે વર્ષથી અંગદાન અને જાગૃતિ માટે કાર્ય કરે છે. સમૂહલગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત 25,000 થી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા. આ ફાઉન્ડેશનના માધ્યમની અત્યાર સુધીમાં લાખો લોકો અંગદાનના શપથ લઈ ચૂક્યા છે. અનેક જાણીતા મહાનુભાવોના 3D ચિત્ર બનાવનાર ચિત્રકાર હસમુખ માણીયાએ બનાવેલા બાપુજી વલ્લભભાઈ સવાણીના ચિત્રનું અનાવરણ થયું હતું.

પી.પી. સવાણી સેન્ટર ફોર એક્સલન્સના ચાર વિદ્યાર્થી જેમણે ધો.12 સાયન્સમાં નીટ અને જેઈઈમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું એવા યુગ રમેશભાઈ ખોખરીયા, નીલ નિતેશભાઈ લાઠીયા, ધ્રુવ રસિકભાઈ પાનસેરિયા અને સુભાષ વિનોદભાઈ માંડવીયા 1,11,111/- ના ચેક અર્પણ કર્યા હતા. પી.પી.સવાણી પરિવારની દીકરીઓની સતત અને અવિરત સેવા આપતા 17 જેટલી સંસ્થા અને વ્યક્તિઓનું આ વર્ષે વિશેષ ઋણ સ્વીકાર કરીને એમનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

નેપાળી યુગલના લગ્ન
ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે આ સમૂહલગ્નમાં ભારતના પાડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી. ક્ષત્રિય રિચા અને રોકાઈ પિર્થુપ નામના યુગલે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યકત કરી હતી.

કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ
આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *