Hit And Run Case: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક લક્ઝરી કાર ઓડી ઓવરસ્પીડથી જઈ રહી હતી ત્યારે તેણે બાઇક અને સ્કૂટરને ટક્કર મારી હતી. પહેલા સ્કૂટરને ટક્કર વાગી, જેના કારણે બે યુવકો રોડ પર પડ્યા અને ઘાયલ (Hit And Run Case) થયા હતા. જેમાં ડિલિવરી બોય ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ ઓડી ચાલક યુવકને કચડીને કાર લઈને ફરાર થઈ ગયો હતો, જેની સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખ થઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
દારૂ પીને ઓવરસ્પીડમાં વાહન ચલાવવાની શંકા
આ મામલો ફરી એકવાર મહારાષ્ટ્રના પુણે જિલ્લાનો છે. મૃતકનું નામ રઉફ અકબર શેખ છે. આરોપીની ઓળખ આરોપી ડ્રાઈવર આયુષ પ્રદીપ તયલ (34) તરીકે થઈ છે, જે હડપસર ગામના રહેવાસી છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની ઓડી કાર જપ્ત કરવામાં આવી છે. આ હિટ એન્ડ રનની ઘટના પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં ગુગલ બિલ્ડીંગની સામે સવારે લગભગ 1.30 વાગ્યે બની હતી. ઇજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે કદાચ ઓડી ડ્રાઇવર પ્રદીપ નશામાં હતો અને ઓવરસ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો.
માથામાં ઈજાના કારણે યુવકનું મોત થયું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી એબીસી રોડથી તાડી ગુટા ચોક તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે બાઇક અને સ્કૂટરને ટક્કર મારી હતી. ઓડી કારનો નંબર MH12 NE 4464 છે. પ્રથમ ઓડીએ એક્ટિવા સ્કૂટીને ટક્કર મારી. તેમાં 3 લોકો સવાર હતા, જેઓ ટક્કર થતા જ રોડ પર પડી ગયા હતા.
કાર આગળ વધીને બાઇકને ટક્કર મારી હતી. તેના પર સવાર રઉફ રોડ પર પટકાયો હતો, પરંતુ કાર ચાલક રોકવાને બદલે નાસી ગયો હતો. રાહદારીઓએ રઉફને સંભાળ્યો અને પોલીસને ફોન કરીને અકસ્માતની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ચારેય ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App