અમદાવાદમાં બેફામ કારચાલકે મહિલાને 15 ફૂટ ઉંચે હવામાં ઉડાડી – CCTV કેમેરામાં કેદ થયો મોતનો ખેલ

ગુજરાત: અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ (Airport) નજીક આવેલ હાંસોલ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલ એક કારચાલકે એક મહિલાને જોરદાર ટક્કર મારતા મહિલા 15 ફૂટથી વધુ અંતર સુધી હવામાં ફંગોળાઈ ગઈ હતી. બાદમાં નીચે પટકાઈ જતા તેનું ઘટનાસ્થળ પર મોત થયું હતું.

હાલમાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ ઘટનાના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે. મહિલાને ઉછાળીને કાર સામે આવતી એક કાર તેમજ સ્કૂટરને પણ અડફેટે લઈ લીધા હતા. આમ, આ વિડીયો ખુબ વાયરલ થયો છે.

મહિલાના માથાના ભાગે ઈજા થતાં ઘટનાસ્થળે નીપજ્યું મોત:
શહેરના હાંસોલ વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતા એક મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પૂરપાટ ઝડપે આવી રહેલ કારે રોડ પર ચાલી રહેલ મહિલાને અડફેટે લીધી હતી. આ ઘટનામાં મહિલા ખુબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. કારચાલકે મહિલાને ટક્કર લગાવતા મહિલા હવામાં ફંગોળાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું.

કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો:
આ ઘટનામાં કારચાલકે મહિલાને ટક્કર લગાવ્યા પછી સામેથી આવી રહેલ એક બીજી કારને પણ ટક્કર મારી હતી. અકસ્માત બન્યા પછી કારચાલક ઘટનાસ્થળે જ કાર મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફુટેજમાં દેખાતા દ્રશ્ય મુજબ એક કારચાલકે રોડ પર ચાલી રહેલ મહિલાને અડફેટે લીધી હતી.

બાદમાં બીજી કારને પણ ટક્કર મારી હતી. સીસીટીવી ફુટેજમાં કારચાલકે મહિલાને ટક્કર લગાવી ત્યારે મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હોવાનું જોવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો તેમજ આકસ્મિક ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ હતી.

અકસ્માત થતાં આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી ગયા હતા તેમજ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દેવાઈ હતી. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ કાર ચાલકની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. કારચાલકની બેદરકારીને લીધે એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *