બનાસકાંઠામાં હિટ એન્ડ રન: બસચાલકે રાહદારીને ફૂટબોલની જેમ ફંગોળતા 2ના ઘટનાસ્થળે જ મોત

Palanpur Accident: પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે બે રાહદારીઓને ટક્કર મારતા(Palanpur Accident) બંને રાહદારી ઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જેમાં વાહન ચાલક ટક્કર મારી વાહન લઇ ફરાર ત્યાંથી ફરાર થયો હતો. છાપી પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી આગળ ની તપાસ હાથ ધરી છે.

બંને રાહદારીઓના ઘટના સ્થળે મોત
બનાસકાંઠા જિલ્લામાં છાપીના ભરકાવાડા પાટીયા પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહને બે રાહદારીઓને ટક્કર મારતા બંને રાહદારીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જેમાં ભરકાવડા પાટીયા પાસે બે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન એક પૂરજપાટે આવી રહેલા વાહને બંને રાહદારીઓને ધડાકાભેર ટક્કર મારી હતી, જેના કારણે બંને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થતાં ઘટના સ્થળે તેમના મોત નીપજા હતા.વાહન ચાલક બંને રાહદારીઓને ટક્કર માર્યા બાદ પોતાનું વાહન લઇને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટ્યા
બનાવના પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને છાપી પોલીસની જાણ કરતા છાપી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી પહોંચી બંને રાહદારીઓના મૃતદેહ કબ્જે લઇ તેમને પીએમ અર્થ ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે પોલીસે તપાસ હાથ ધરી છે.

દમણમાં સ્ફુતીચાલક યુવતીનું મોત
બીજી તરફ વલસાડનાં દમણમાં માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પુરપાટ ઝડપે આવી બસએ એક સ્કૂટી પર જતી યુવતીને અડફેટે લીધી હતી.જેમાં સ્કુટીચાલકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. સમગ્ર મામલે દમણ પોલીસે અકસ્માત સર્જનાર બસ ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.