HMPV Virus: આજકાલ દેશ અને દુનિયામાં ફરીથી ભયનો માહોલ વધતો જઈ રહ્યો છે. લોકોને ફરી એકવાર કોવિડ-19ના ભયાનક દિવસો યાદ આવી રહ્યા છે. જેની પાછળનું કારણ ચીનમાં એક નવો વાયરસ હ્યુમન મેટાન્યુમોવાયરસ (HMPV Virus)નો ઝડપથી થઈ રહેલો ફેલાવો છે. રિપોર્ટ્સ અનુસાર, ચીનમાં આ વાયરસથી અત્યાર સુધી ઘણા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં લોકોને સારવાર કરાવવા માટે બેડ પણ નથી મળી રહ્યા. તેવામાં ભારતમાં પણ ત્રણ બાળકો HMPVથી સંક્રમિત થયા છે, જેના કારણે લોકો ડરી ગયા છે. બેંગાલુરુમાં ત્રણ અને આઠ મહિનાના બે બાળકો અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 2 મહિનાનું બાળક HMPVથી પોઝિટિવ છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પહેલાથી જ દેશમાં છે HMPV
જો કે, એક્સપર્ટ એમ પણ કહી રહ્યા છે કે આ વાયરસ પહેલાથી જ અહીં હાજર છે. આ વાયરસ નવો નથી. પાછલા વર્ષે નવેમ્બરમાં પણ એક બાળક તેનાથી સંક્રમિત હતું. સંક્રમિત બાળકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ બાળકોની ચીન, મલેશિયા કે અન્ય કોઈ દેશની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. HMPV એક એવો વાયરસ છે જે ભારતમાં પહેલાથી જ ઘણા સમયથી છે. શક્ય છે કે તે તેનો કોઈ નવો વેરિઅન્ટ હોય. તેવામાં પેનિક કરવાની કે વધારે ગભરાવાની જરૂર નથી. તમારે સાવચેતી રાખવી જોઈએ જેથી આ વાયરસથી ઝપટમાં ન આવો.
શું છે હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV)
હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે જે મુખ્યત્વે ઠંડા હવામાન દરમિયાન ફેલાય છે. જો તે વધુ ગંભીર બને છે, તો તે ફેફસાં સુધી પહોંચી શકે છે અને ન્યુમોનિયા થઈ શકે છે. જેના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ થાય છે. બાળકો અને વૃદ્ધોને વધુ અસર કરે છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમવાર 2001માં થઈ હતી.
HMPV કેવી રીતે ફેલાય છે?
તે ઉધરસ, છીંક, હાથ મિલાવવા અથવા સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. જો ચેપ લાગે છે, તો પાંચ દિવસ પછી લક્ષણો દેખાય છે. ઘણી હદ સુધી તેના લક્ષણો કોરોનાવાયરસ જેવા જ છે. કદાચ આ જ કારણથી લોકો આ વાયરસથી ખૂબ ડરી ગયા છે.
તેના લક્ષણો મોટાભાગે કોવિડ-19 ના પ્રારંભિક લક્ષણો જેવા જ છે. કેટલાક લક્ષણો નીચે મુજબ છે-
શરદી થવી
ગળામાં ખરાશ
માથાનો દુખાવો
તાવ આવે
ઠંડી લાગે
નાકમાંથી પાણી પડે
ઉધરસ થવી
શ્વાસ લેવામાં તકલીફ
ગંભીર લક્ષણોમાં ફેફસાંના ઇન્ફેક્શનનો સમાવેશ થઈ શકે છે.
શ્વસન સંબંધી રોગો, અસ્થમા અને ફેફસાંના દર્દીઓએ સાવધાન રહેવું જોઈએ.
શું કરવું
માસ્ક પહેરીને ઘરની બહાર નીકળો.
ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં ન આવો.
ખાંસી અને છીંકતી વખતે મોં પર રૂમાલ રાખો.
વધુ પાણી પીવો. પૌષ્ટિક અને ઘરે બનાવેલો ખોરાક લો.
પૂરતી ઊંઘ લો.
સાબુથી હાથ ધોવાનું રાખો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
જમતી વખતે પણ હાથને સારી રીતે સાફ કરો.
દરરોજ સ્નાન કરો. સ્વચ્છતાનું ધ્યાન રાખો.
જો તમને ઉપર જણાવેલ લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ લો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App