વૃદ્ધ મહિલાને બંધક બનાવી ચપ્પુના ઘા માર્યા અને લાખોની લુંટ કરી- જાણો સુરતની આ ચકચારી ઘટના

સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાં અવાર-નવાર ખુલ્લેઆમ લુંટ અને ચોરીની ઘટના બની રહી છે. આ દરમિયાન ફરીવાર એક લુંટની ઘટના સામે આવી છે જેમાં પેરોલ જમ્પ કરી સુરતના ગોડાદરા વિસ્તારમાં વરસાદની બીકે બહાર સુકવેલા કપડા લેવા આવેલી વૃદ્ધાની નજર ચૂકવી ચાર લૂંટારૂઓને રૂપિયાની જરૂર હોવાથી ઘરમાં ઘુસી ગયા હતા. વૃદ્ધ મહિલાને બંધક બનાવી આધેડને ચપ્પુના ઘા મારી રૂપિયા 3.23 લાખની લૂંટ કરી ફરાર થઇ જવાના કેસમાં પોલીસ દ્વારા એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આ મહિલા અને તેનો ભાઈ બળાત્કારના કેસમાં પેરોલ પર છૂટ્યાં હતા. પોલીસ દ્વારા અન્ય આરોપી પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના ગોડાદરા વિસ્તરમાં એક મહિલાને બંધક બનાવી આધેડને ચપ્પુના ઘા મારી રૂપિયા 3 લાખની લૂંટ કરવામાં આવી હતી. જોકે, આ લૂંટમાં અમદાવાદ ખાતે બળાત્કારના ગુનામાં જેલમાંથી હાલમાં પેરોલ પર છૂટીને આવેલા ભાઈ બહેનને રૂપિયાની જરૂર હોવાને કારણે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ ગુનામાં પોલીસ દ્વારા સુનિતા ઉર્ફે સમસાદ બેગમ રામચંદ્ર કોળીને રોકડ રૂપિયા તેમજ ઘડીયાળો સાથે ઝડપી પાડવામાં આવી હતી. આરોપી સુનિતાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બળાત્કારના ગુનામાં પેરોલ જમ્પ કરી હતી. તેમજ પૈસાની જરૂર હોવાથી તેણે પોતાના ભાઈને વાત કરી હતી અને પોતાના મિત્રો સાથે સુરત આવ્યા હતા. ત્યારબાદ સુનિતાએ પોતાના ભાઈને જણાવ્યુ હતું કે, ગોડાદરાના વિકાસનગર સોસાયટીમાં રહેતા સીમાબેનને ત્યા અગાઉ કામ કરતા હતા.

જમવા મળ્યું છે કે, તે તેમના ઘરની તમામ ગતી-વીધીથી વાકેફ છે અને ત્યા પૈસા મળવાની શક્યતા વધારે છે. સુનિતાએ લૂંટનું આયોજન કરી પોતાના ભાઈ તેમજ તેના મિત્રો સાથે મળી બપોરના સમયે મહિલા ઘરમાં પ્રવેશ કરીને વૃદ્ધાના હાથ-પગ તેમજ મોઢાના ભાગે રૂમાલ બાંધી બંધક બનાવી દેવામાં આવી હતી.

જોકે, મહિલાના ઘરે રહેતા આધેડને ચપ્પુના ઘા મારી લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. જોકે, પોલીસેની પૂછપરછમાં માહીલાએ કરેલ કબૂલાતના પગલે પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના ભાઈ સાથે તેના સાગરિકોને ઝડપી પાડવા માટે ટિમ બનાવી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *