સુરતના સરથાણામાં ધોળાદિવસે થયેલી યુવકની હત્યા કેસમાં ચોંકવનારો વળાંક, જાણો જલ્દી…

અવારનવાર રાજ્યમાંથી હત્યાના બનાવો સામે આવતા હોય છે.સુરત શહેરમાં આવેલ સરથાણા વિસ્તારમાં ધોળા દિવસે કરવામાં આવેલ આણંદના કુખ્યાતની હત્યાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. પાર્કિંગમાં પડેલી કારમાં જ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સિદ્ધાર્થ રાવની હત્યા કરી દેવામાં આવી હતી.

હત્યા કરવાં પાછળ એવું કારણ સામે આવ્યુ હતું કે, જેણે પોલીસને વિચારતા કરી દીધા હતાં. જે મિત્રને પોતાની મોંઘીદાટ કાર વાપરવા આપી એ જ મિત્રએ ગાડી આપવાને બદલે આ સિદ્ધાર્થ રાવની હત્યા કરી દેવામાં આવી હતી. સરથાણામાં તક્ષશિલા આર્કેડ નજીક 32 વર્ષનાં સિદ્ધાર્થ રાવ નામના શખ્સને તેની જ કારમાં અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા ઝીંકીને ભાગી ગયા હતાં.

ગંભીર ઈજાગ્રસ્ત સિદ્ધાર્થને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ બજાવી રહેલ તબીબ દ્વારા તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. જાહેરમાં બનેલ હત્યાની આ ઘટનાથી આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવાં પામી છે.

બીજી બાજુ ઘટનાની જાણ થતાની સાથે જ ACP સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. અજાણ્યા શખ્સોની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આની સાથે જ હત્યા કર્યાના CCTV પણ કબજે કરી લઈને આરોપીઓની શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલ માહિતી મુજબ હત્યાની ઘટનામાં સામેલ 2 શખ્સ સરથાણા ગઢપુર ત્રણ રસ્તાથી જઈ રહ્યાં છે, જેથી ત્યાંથી પસાર થતા નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો તથા પ્રકાશ ઉર્ફે ગઢવીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતાં.

સિદ્ધાર્થની નવી કાર આરોપીએ ગિરવે મૂકતા થઈ બબાલ :
પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, આણંદના સિદ્ધાર્થ રાવનો મિત્ર નિકુંજ હતો. સિધ્ધાર્થ રાવે અઠવાડિયા અગાઉ પોતાની કાર નિકુંજને આપી હતી પણ નિકુંજને પૈસાની જરૂર પડતા 50,000 માં સિધ્ધાર્થ રાવની જાણ બહાર ગિરવે મૂકવામાં આવી હતી.

જેનાં અંગે સિધ્ધાર્થ રાવને જાણ થતાંની સાથે જ તેણે પોતાની કાર પાછી માંગી લીધી હતી પરંતુ આ બાજુ નિકુંજ કાર પાછી આપવા માંગતો ન હતો. જેથી સિદ્ધાર્થ કાર મેળવવા માટે સુરત આવ્યો હતો. આની સાથે જ નિકુંજને કોલ કરીને અભદ્ર ભાષાનો ઉપપોગ કરીને નિકુંજની પત્ની અને પુત્રી માટે પણ ગંદી ભાષા વાપરી હતી.

જેથી નિકુંજને લાગી આવતા તેણે સિદ્ધાર્થની હત્યાનું કાવતરુ ઘડીને પોતાના એક મિત્રની મદદ લઈને સિદ્ધાર્થ પાસે પહોંચી ગયો હતો. થોડી બબાલ પછી બંનેએ ભેગા મળીને સિધ્ધાર્થને છરીના ઘા ઝીંકી દીધા હતાં. આમ, બંનેએ મળીને હત્યા કરી હતી.

આણંદનો કુખ્યાત સિદ્ધાર્થ મિત્રતામાં દગો ખાઈ બેઠો :
પાર્કિગમાં કાર પાર્ક કરતાની સાથે જ અજાણ્યા શખ્સોએ હુમલો કરી સિદ્ધાર્થને ઉપરા ઉપરી છરીના ઘા મારીને પતાવી દેવામાં આવ્યો હતો. આ હત્યા પૈસાની લેતીદેતીમાં હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. તપાસમાં પોતાના મિત્રને આપેલી કાર પાછી માંગવાનો જાણે કે સિદ્ધાર્થે ગુનો કરી લીધો.

આ બાજુ નિકુંજની પણ ખોટી દાનત તેને ખુબ મોંઘી પડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સિદ્ધાર્થ રાવ આણઁદનો કુખ્યાત વ્યક્તિ હતો એમ છતાં તેને નિકુંજ ભારે પડી ગયો હતો. નિકુંજને ના તો કાર મળી કે ના તેના પરિવાર માટે કઈ કરી શક્યો તેમજ હાલ જેલનાં સળિયા ગણી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *