રંગોનાં તહેવાર હોળી(Holi)નું આગમન થોડા જ દિવસોમાં થવાનું છે. આ તહેવારને હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, હોળીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. રંગો અને ગુલાલથી હોળી રમવાના એક દિવસ પહેલા સાંજે હોળીકા દહન કરવામાં આવે છે. આ વર્ષે, હોલિકા દહન માર્ચ મહિનામાં 17 તારીખે યોજાશે. જ્યારે હોળી 18 માર્ચેનાં રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, હોલિકા દહનની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે આ વર્ષે હોલિકા દહનનો શુભ સમય ક્યારે છે અને આ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જાણો હોલિકા દહનનો શુભ સમય:
17મી માર્ચ 2022ના રોજ હોલિકા દહન કરવામાં આવશે.
આ તિથિએ પૂજાનો શુભ સમય મોડી સાંજે 9.06 વાગ્યાથી રાત્રે 10.16 વાગ્યા સુધી છે.
હોલિકા દહનનો શુભ સમય માત્ર એક કલાક 10 મિનિટનો જ છે.
હોલિકા દહન કેમ ન જોવું જોઈએ, શું છે માન્યતા:
એવું માનવામાં આવે છે કે, નવવિવાહિત મહિલાઓએ સળગતી હોલિકા બિલકુલ ન જોવી જોઈએ. તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, હોલિકામાં જૂના વર્ષોની દુષ્ટ શક્તિઓ બળી જાય છે. તેમજ કહેવાય છે કે, તમે જૂના વર્ષના શરીરને બાળી રહ્યા છો. હોલિકા અગ્નિને બળતા શરીરનું પ્રતીક માનવામાં આવે છે, તેથી એવું કહેવાય છે કે, નવી પરિણીત સ્ત્રીઓએ હોલિકામાંથી જ્વાળાઓ ઉછળતી ન જોવી જોઈએ. તેમજ એવું પણ માનવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકા દહન ન જોવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.